Rajkot News/ રાજકોટમાં હોમગાર્ડ અને તેના પતિ દ્વારા યુવતીને બદનામ કરવાનો ચકચારભર્યો કિસ્સો

રાજકોટના હોમગાર્ડ (Homeguard) અને તેના પતિએ યુવતીને બદનામ કરવાનો પ્રયત્ન કરવાનો ચકચારભર્યો કિસ્સો બન્યો છે. તેઓએ aru_raviraj_302_ઇન્સ્ટા આઇડીથી વિડીયો મૂક્યો છે. આમ તેઓએ યુવતીની ળખ છતી કરી ખોટા આક્ષેપ કરી વિડીયો મૂકી વાઇરલ કર્યો છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના હોમગાર્ડ (Homeguard) અને તેના પતિએ યુવતીને બદનામ કરવાનો પ્રયત્ન કરવાનો ચકચારભર્યો કિસ્સો બન્યો છે. તેઓએ aru_raviraj_302_ઇન્સ્ટા આઇડીથી વિડીયો મૂક્યો છે. આમ તેઓએ યુવતીની ળખ છતી કરી ખોટા આક્ષેપ કરી વિડીયો મૂકી વાઇરલ કર્યો છે.

રવિરાજ રાઠોડ નામના શખ્સે આ વિડીયો બનાવ્યો હતો. રાજકોટના રેસકોર્સ રોડ પર રવિરાજ રાઠોડ નામના શખ્સે યુવતીને માર મારી વિડીયો ઉતાર્યો હતો. આ બતાવે છે પોલીસ અને કાયદાને પડકારનારા હોમગાર્ડ અને તેના પતિ રવિરાજ સામે પોલીસ શું કાર્યવાહી કરશે.

આ પ્રકરણ બતાવે છે કે  યુવતીઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. હવે આ પ્રકારના વ્યવહારમાં મહિલા પોતે જ સંડોવાઈ છે ત્યારે બીજાની વાત ક્યાં કરવી. કોઈપણ યુવતીને શું કામ બદનામ કરવી જોઈએ. જો તેણે કંઈ કર્યુ હોય તો તેના માટે અનેક પ્રકારના કાયદાકીય રસ્તા છે અને સામાજિક પરિબળો પણ છે પણ આ રીતે યુવતીને બદનામ કરવાનું ગેરકાયદે કૃત્ય કરનારા તો રીતસરના કાયદાના જ ચીંથરા ઉડાવી રહ્યા છે.

આ કૃત્ય કરનારા રીતસર ગુનેગાર બની ગયા છે. હવે પોલીસે પણ તેમનીસામે ગુનેગાર જેવો વ્યવહાર કરવો જોઈએ. હવે જો તે આ પ્રકારનો વ્યવહાર તેમની સમક્ષ નહીં કરે તો પોલીસની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠે તેવી સંભાવના છે. આમ થાય તો આગામી સમયમાં યુવતીની છેડતી કરનારા અને તેનો બિભત્સ વિડીયો વાઇરલ કરનારા તત્વોને મોકળું મેદાન મળી જશે. વડોદરા પોલીસ માટે આ ટેસ્ટ કેસ સાબિત થાય તેમ છે. આ બાબત સીધી સ્ત્રી સન્માન સાથે જોડાયેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ

આ પણ વાંચો: રાજકોટમાં નીલ સિટી ક્લબમાં ગરબામાં ડાન્સ પાર્ટી, સકીરાના ગીત પર ઠુમકા, જાણો પૂર્વ સીએમની પ્રતિક્રિયા

આ પણ વાંચો: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દારૂ ઝડપ્યો