Interesting/ કૂતરાનાં ભૂતનો અવાજ આ ફેમસ પ્લેબોય મોડેલને સંભળાય છે, જાણો હકીકત

એક ભૂતપૂર્વ ફેમસ પ્લેબોય મોડેલને કૂતરાનાં ભૂતનો અવાજ સંભળાતો હોવાના સમાચારે દુનિયાભરનાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તો શું ખરેખર કોઈ ભૂત હોય છે ખરા?

Ajab Gajab News
મોડેલને

દુનિયાભરમાં લોકો આજે પણ ભૂતનાં નામથી ફફડી જતા હોય છે. જો કે ઘણીવાર એ વાતની ચર્ચાઓ થઇ છે કે, શું ખરેખર કોઈ ભૂત છે કે તે મનુષ્યનાં મનનો ભ્રમ છે? આ પ્રશ્ન સદીઓથી લોકોને પરેશાન કરી રહ્યો છે, પરંતુ તેના માટે કોઈ નક્કર જવાબ મળ્યો નથી. ભારતમાં, તમે ભૂતની ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વિદેશોમાં પણ ઘણા લોકો ભૂત હોવાનું અને જોવાનો દાવો કરે છે. હવે એક ભૂતપૂર્વ પ્લેબોય મોડેલે પણ આવો જ દાવો કરીને હલચલ મચાવી દીધી છે.

1 53 કૂતરાનાં ભૂતનો અવાજ આ ફેમસ પ્લેબોય મોડેલને સંભળાય છે, જાણો હકીકત

આ પણ વાંચો – Interesting / આ વૃદ્ધ દિવસમાં 250 ગ્રામ પથ્થર ખાઇ જાય છે, જાણો કેવી રીતે પડી આ આદત

2013 માં પ્લેબોય સેક્ટર છોડનાર મોડેલ બ્રિજેટ માર્ક્વાર્ડે દાવો કર્યો હતો કે, તેણીને તેના ઘરની આસપાસ કૂતરાનાં ભૂતનો અહેસાસ થયો છે. ઘણી વખત તેઓએ તેને દોડતા સાંભળ્યો છે. હવે તેણે આ સમગ્ર ઘટનાને પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર જોન ઇ.એલ. ટેનીનાં પોડકાસ્ટમાં જણાવ્યું છે. મોડેલે એ પણ સ્વીકાર્યું કે, તેણીએ તેના કૂતરા વિનીની ભાવના સાથે સંપર્કમાં રહેવાની ઘણી રીતો અજમાવી હતી, જેનું તાજેતરમાં નિધન થયું હતું. મોડેલ મુજબ, તેણે તેના કૂતરાને ખૂબ સારી રીતે રાખ્યો હતો, પરંતુ તેના નખ ક્યારેક કાર્પેટમાં અટકી જતા હતા. જે પછી ક્લિક-ક્લિક જેવો અવાજ આવતો હતો. હાલનાં સમયમાં પણ, તે અવાજ ક્યારેક સાંભળવા મળે છે, ભલે તેના કૂતરાનાં મૃત્યુને ઘણો સમય થઈ ગયો હોય. તેણે આગળ કહ્યું કે, પહેલા મને લાગ્યું કે એક બિલાડી છે, પણ પછી સમજાયું કે તે બિલાડીનાં પગનો અવાજ નથી, કારણ કે તે બિન્નીનાં અવાજ સાથે મળતો આવે છે. મનુષ્યનાં ભૂત વિશે સદીઓથી વાત કરવામાં આવી રહી છે, પરંતુ શું પ્રાણીઓમાં પણ ભૂત હોય છે? આ બ્રિજેટ પર માર્ક્વાર્ડે કહ્યું કે જેમ મનુષ્ય પૃથ્વીનો જીવ છે, તેવી જ રીતે શ્વાન પણ એક પ્રાણી છે. જ્યારે મનુષ્યમાં ભૂત હોઈ શકે છે, તો પ્રાણીઓનાં કેમ નહી? તેમાં પણ આત્માઓ હોય છે, જે મૃત્યુ પછી શરીર છોડી દે છે.

1 54 કૂતરાનાં ભૂતનો અવાજ આ ફેમસ પ્લેબોય મોડેલને સંભળાય છે, જાણો હકીકત

આ પણ વાંચો – અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

બિન્નીનાં ભૂત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આપણે આપણા પાલતુ જાનવરને ખૂબ પ્રેમ કરીએ છીએ. બદલામાં, તેઓ અમને પ્રેમ પણ આપે છે. મૃત્યુ પછી તેમનું શરીર આપણને છોડી જાય છે, પરંતુ તેનો પ્રેમ સદા રહે છે. જોકે ઘણા લોકો માને છે કે, આ બધું મોડેલનો ભ્રમ છે, કારણ કે તે તેના કૂતરાને ખૂબ પ્રેમ કરતી હતી. હવે જ્યારે તે તેની સાથે નથી, તો તેના મનમાં જૂના વિચારો આવવા સ્વાભાવિક પણ છે. જેના કારણે આ ભૂતવાળી વાર્તાનો જન્મ થયો હતો. થોડા દિવસો પહેલા કેથલીન રોબર્ટ્સ નામની મહિલાએ પણ આવો જ દાવો કર્યો હતો. કેથલીનનાં મતે, તેણીએ માઇકલ જેક્સનનાં ભૂત સાથે લગ્ન કર્યા છે. તેનો આત્મા પણ તેના શરીરમાં રહે છે. તેણે વધુમાં સમજાવ્યું કે, માઈકલનું ભૂત તેના શરીરનો ઉપયોગ માત્ર ખાવા, નૃત્ય અને ગાવા માટે કરે છે. જ્યારે પણ તે સેક્સ કરવા માંગે છે, તેને સજા મળે છે.