કોડીનાર/ રખડતા શ્વાને લીધો વધુ એક જીવ, 4 માસની માસૂમને ફાડી ખાધી

ગીર સોમનાથના કોડીનાર શહેરમાં બંધ પડેલા રેલ્વે સ્ટેશનમાં 4 માસની હેતલ સોલંકી નામની માસૂમ બાળકીને શ્વાને ફાડી ખાધી..આજ વિસ્તારમાં અમુક મહિનાઓ પહેલા પણ બાળકને શ્વનોએ ફાડી ખાધું હતું

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 09T142748.091 રખડતા શ્વાને લીધો વધુ એક જીવ, 4 માસની માસૂમને ફાડી ખાધી

વાડી વિસ્તારોમા દીપડાઓનો આતંક તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હોવા મળે જ હે સાથે સાથે શ્વાન પણ ખૂંખાર અને હિંસક બની રહ્યા છે કોડીનાર શહેર મધ્યે બંધ પડેલી રેલ્વે ટ્રેક પર ઝૂંપપટ્ટીમાં રહેતા દેવીપૂજક પરિવારની 4 માસની માસૂમ બાળકી સૂતી હતી રાત્રે બાળકી ગાયબ થય હતી જ્યારે તેના પરિવારને બાળકી ગાયબ હોવાની જાણ થતા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી બાળકીનો 50 મીટર દૂર જ મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.

જણાવીએ કે,બાળકીનો એક પગ ગાયબ હતો અને બોડી પર નખોનાં નિશાન હતા સો પ્રથમ દીપડાના હૂમલાની આશંકા સેવાય રહી હતી વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બાળકીને પીએમમાં ખસેડાય અને સ્પષ્ટ કર્યું કે બાળકીને દીપડાએ નહિ પણ શ્વાનોએ ફાડી ખાધી છે.

થોડા મહિના અગાઉ પણ  થોડે આગળ આવી જ ઘટના બની હતી આજ રેલ્વે ટ્રેકના છેવાડે એક બાળકને શ્વાનો એ ફાડી ખાધું હતું અને આ બીજી ઘટના સામે આવી છે કોડીનારમાં રેલ્વે બંધ છે અને રેલ્વે સ્ટેશન અને આસપાસમાં ભારે બાવળો અને કચરો જોવા મળી રહ્યો છે વન વિભાગ અહી લોકોને કચરોના નાખવા અપીલ કરી રહ્યું છે કચરામાં નોનવેજ અને ફિશ પણ ફેલાય રહી છે જેના કારણે શ્વાનો અહી મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાનું મનાય રહ્યું છે

દિન પ્રતિદિન ડોગ બાઈટના કિસ્સા વધી રહ્યા છે જેમાં પણ નાના બાળકો માટે આ શ્વાનો મોત બની રહ્યા છે. માગ થઇ રહી છે કે રેલ્વે સ્ટેશન અને ટ્રેકની આસપાસના વિસ્તારના બાવળોના જંગલને દૂર કરાય અને ગંદકી સાફ કરવામાં આવે. એટલું જ નહિ શ્વાનોની વધતી સંખ્યા પર પણ કાબુ મેળવવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

આ પણ વાંચો:સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

આ પણ વાંચો:બિઝનેસમેનનું હાર્ટ એટેકથી મોત, અચાનક છાતીમાં દુખાવો થતા જમીન પર પડ્યો અને પછી…..