Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારાં ખેલવીરોનું કર્યું સમ્માન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ બુધવારનાં રોજ હાલ જ રમવામાં આવેલ 18 મી એશિયન ગેમ્સમાં ભારત માટે પદકો જીતનારાં બધા મેડલિસ્ટને સમ્માન આપ્યું હતું. ભારત સરકાર દ્વારા રમતગમત બાબતે ચલાવવામાં આવેલ પહેલને પ્રશંશા આપતા ખેલવીરોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યોને વાગોળ્યા હતા. એશિયન ગેમ્સ ટુર્નામેન્ટમાં ભારત માટે પહેલો […]

Top Stories India
kjhdfkljghljkhglfjhgdfkjhgjhglfkjhgjhg વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારાં ખેલવીરોનું કર્યું સમ્માન

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ બુધવારનાં રોજ હાલ જ રમવામાં આવેલ 18 મી એશિયન ગેમ્સમાં ભારત માટે પદકો જીતનારાં બધા મેડલિસ્ટને સમ્માન આપ્યું હતું.

ભારત સરકાર દ્વારા રમતગમત બાબતે ચલાવવામાં આવેલ પહેલને પ્રશંશા આપતા ખેલવીરોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યોને વાગોળ્યા હતા.

એશિયન ગેમ્સ ટુર્નામેન્ટમાં ભારત માટે પહેલો મેડલ જીતનારા રેસલર બજરંગ પુનિયાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે સરકારના રમતગમત માટે કરવામાં આવેલા કાર્યો અને નેતાઓ અને મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા ટેકાનું અમે સમ્માન કરીએ છીએ અને તેમના આ વલણથી અમે ખુબ હર્ષ અનુભવીએ છીએ. આથી અમને આગળ પણ ખેલ જગતમાં શિખરો ખેડવામાં ટેકો મળી રહેશે.

વધુમાં પુનિયાએ જણાવ્યું હતું કે,

29 11 2017 bajrang punia વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારાં ખેલવીરોનું કર્યું સમ્માન
Indian Wrestler Bajarang Punia

1951 થી રમાતી એશિયન ગેમ્સ ભારત માટે એક માધ્યમ છે. જે જણાવે છે કે ભારત રમતગમત ક્ષેત્રે કેવું પ્રદર્શન કરી રહ્યું છે. વડાપ્રધાન, સ્પોર્ટ્સ મિનિસ્ટર અને તે બાધાઓ જેમને અમને ટેકો પુરવાર પડ્યો છે, અમે તેમના આભારી છીએ. અને અમે ત્યારે જ વધુ પદકો જીતી શકશું જયારે અમને બધાનો ટેકો હશે.”

ભારતીય એથ્લીટ હિમા દાસ, જેમણે મહિલા 400 મીટર ઇવેન્ટમાં ભારતને રજત પદક અપાવ્યો છે, તેમને બધાનો આભાર માંગ્યો હતો. તેમને કહ્યું હતું કે જેમને પણ તેમને પોતાની કારકિર્દીમાં મદદ કરી છે તે તેમનાં બધાનાં આભારી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,

hima das wc m વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારાં ખેલવીરોનું કર્યું સમ્માન
Indian Athlete Hima Das

મેં ખુબ જ મહેનત કરી છે અને મને ખુબ જ સારી સુવિધાઓ પણ પુરવાર પાડવામાં આવી છે. મારી કારકિર્દીનાં શરૂઆતનાં સમયમાં મને આર્થિક પરિસ્થિતિનો ખુબ જ કપરો સામનો કરવો પડ્યો હતો. જેનાં માધ્યમે મેં ઘણી શીખ મેળવી છે.”

ભારતે એશિયન ગેમ્સની ચતુર્ભુજ ટુર્નામેન્ટમાં કુલ 69 મેડલ્સ મેળવ્યા છે. જેમાં ભારતે 15 સ્વર્ણ પદક, 24 રજત પદક અને 13 કાંસ્ય પદક મેળવ્યા છે.