ક્રાઈમ/ સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો

સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રતિબંધિત બાયોડિઝલની વેચાણ છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે અને લોકોની સંડોવણી પણ સામે આવી હતી.

Gujarat Surat
Untitled 6 સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં બાયોડિઝલનો વેપલો પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે ચીકુવાડી વિસ્તારમાંથી હજારો લીટર બાયોડિઝલ ભરેલ બિનવારસી ટેમ્પો કબ્જે કર્યો હતો જેમાં મામલતદારને બોલાવી બાયોડિઝલ કબ્જે કરવામાં આવ્યું હતું જોકે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રતિબંધિત બાયોડિઝલની વેચાણ છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે અને લોકોની સંડોવણી પણ સામે આવી હતી અને પોલીસ દ્વારા કેસો પણ કરવામાં આવ્યા છે જોકે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટિમ દ્વારા સુરતના ઉતરાણ અને સચિન GIDC વિસ્તારમાં રેડ કરી મોટી માત્રામાં બાયો ડીઝલ પકડી પાડવામાં આવ્યું હતું અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે સુરતના કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે નાના વરાછા ચીકુવાડી પાસે એક ટેમ્પો પડેલ છે જેમાં કોઈ પ્રવાહી ભરેલું છે જે હકીકત આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ટેમ્પો મળી આવ્યો હતો.

આ ટેમ્પો પોલીસ મથક લાવીને FSL અને મામલતદારની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં પ્રવાહી ને ચેક કરતા પ્રથમ દ્રષ્ટિએ બાયો ડીઝલ હોવાનું જાણવા મળ્યું હતું અને જેમાં FSL દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા અને કાપોદ્રા પોલીસ દ્વારા 4500 લીટર બાયોડિઝલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે બાયો ડીઝલ, સાથે ટેમ્પો મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં તપાસ કરીને બાયોડિઝલ કોણ લાવ્યું હતું કોને વેચવાનું હતું અને કેટલા આરોપીની સંડોવણી છે જે મામલે તપાસ બાદ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર