સ્ટુડન્ટ્સ-ચોરી/ દસ અને બારમાં ધોરણના કુલ 19 વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયા

તાજેતરમાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાઓનું મોનિટરિંગ સીસીટીવી કેમેરાઓથી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં દસમા અને બારમાં ધોરણના થઈને કુલ 19 વિદ્યાર્થી કોપી કરતાં પકડાયા છે. તેમા દસમા ધોરણના 13 અને બારમાં સાયન્સના બે અને 12 કોમર્સના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 

Gujarat
Students Cheating દસ અને બારમાં ધોરણના કુલ 19 વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયા

સુરતમાં તાજેતરમાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાઓનું મોનિટરિંગ સીસીટીવી કેમેરાઓથી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં દસમા અને બારમાં ધોરણના થઈને કુલ 19 વિદ્યાર્થી કોપી કરતાં પકડાયા છે. તેમા દસમા ધોરણના 13 અને બારમાં સાયન્સના બે અને 12 કોમર્સના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દસમા ધોરણના વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ એટલે કે છથી સાતમા ધોરણના વિદ્યાર્થી એકબીજાને પ્રશ્નોના જવાબ બતાવતા હોવાની શંકા હતી. આ સિવાય દસમા ધોરણનો એકવિદ્યાર્થી મોબાઇલમાં પેપર દરમિયાન જોતો હોવાનું સ્પષ્ટ જણાયું હતું. બાર સાયન્સની એક વિદ્યાર્થીની પણ મોબાઇલમાંથી આ પ્રકારે કોપી કરતી હોવાનું સીસીટીવીમાં જણાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ બાબતે બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

આ હવે કોપી કરતા વિદ્યાર્થીઓ અંગે તેમની સ્કૂલોને પણ જાણ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ હવે તેઓની સામે શું કાર્યવાહી કરવી તેના અંગે નિર્ણય લેશે. તેમા મુખ્યત્વે જિલ્લા શિક્ષણ અધિકારી તેના માટે તે વિદ્યાર્થી જે સ્કૂલમાં છે તેને તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તેની ભલામણ કરશે તેમ મનાય છે. આગામી સમયમાં આ પ્રકારે ચોરી કરીને પકડાતા વિદ્યાર્થીઓને લઈને નીતિ બનાવવામાં આવે તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ નક્સલી હુમલો/ છત્તીસગઢમાં દાંતેવાડામાં નક્સલવાદીઓનો હુમલોઃ દસ જવાન શહીદ

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર, તમિલ-સંગમ-મોદી/ પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ-સંગમ સમારંભ

આ પણ વાંચોઃ અટલ બ્રિજ પર ગંદકી/ અટલ બ્રિજ પર ગંદકી જ ‘અટલ’, બાકી બધુ નિશ્ચલ