Not Set/ અમદાવાદનાં બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી કંટાળી બનાવ્યુ ઈલેક્ટ્રીક બાઈક

દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ સદી ફટકારી ચુક્યો છે. તો કેટલાક એવા રાજ્યો છે જ્યાં ભાવ 100ની નજીક પહોંચી ગયો છે.

Top Stories Ahmedabad Gujarat
11 146 અમદાવાદનાં બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી કંટાળી બનાવ્યુ ઈલેક્ટ્રીક બાઈક

@દિક્ષિત પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ સદી ફટકારી ચુક્યો છે.  તો કેટલાક એવા રાજ્યો છે જ્યાં ભાવ 100 ની નજીક પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે આજે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનાં વાહન ચાલકોને વાહન ચલાવવું પણ પોસાય તેમ નથી. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનાં સ્ટાર્ટઅપ્સએ બનાવ્યું છે એક એવું ઈ બાઇક જે લોકોને ભડકે બળતા પેટ્રોલનાં ભાવમાંથી રાહત આપશે. આ એવું ઈ બાઇક છે, જેની સવારી શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કરી અને વિદ્યાર્થીઓએ કરેલા ઇનોવેશનની સરાહના પણ કરી.

11 147 અમદાવાદનાં બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી કંટાળી બનાવ્યુ ઈલેક્ટ્રીક બાઈક

હિતલક્ષી નિર્ણય / ખેડૂતો માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, ખેડૂતોને મળશે વધુ બે કલાક વીજળી

એક તરફ હાલમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ભડકે બળી રહ્યા છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનાં વાહન ચાલકોને આ ભાવ દઝાડી રહ્યો છે. ત્યારે આ મોંઘવારીનાં વધારા વચ્ચે રાજ્ય સરકાર ઈ વાહનોની પોલીસી જાહેર કરી છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ પેટ્રોલથી દોડતા બાઇક સામે અમદાવાદનાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા એમ બે વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો ઈ બાઈકનો વિકલ્પ. વિદ્યાર્થીઓએ બજારમાં જુના અને ભંગારમાંથી પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું  છે. આ ઈ બાઇકની વિશેષતા એ છે કે તે માત્ર 2 યુનિટ લાઈટ બિલનાં ખર્ચમાં  80 કિ.મી. સુધીની મુસાફરી કરાવે છે. જે 0.19 પૈસા/પ્રતિ કિમીની એવરેઝ આપે છે.

11 149 અમદાવાદનાં બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી કંટાળી બનાવ્યુ ઈલેક્ટ્રીક બાઈક

સુપર બ્રેઇન યોગ..! / કાન પકડી અને ઉઠક-બેઠક કરવાની સજા શા માટે આપવામાં આવે છે ? જાણો કારણ

GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષથી અમે રીસર્ચ કરી રહ્યા હતા, જે હવે સફળ થયું છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવ આકાશને આંબી ગયા છે. કોઈને પેટ્રોલ વાહન પોસાય તેમ નથી. અને હાલમાં જ ગુજરાત સરકારે પણ ઈ વાહનો પર ભાર મુક્યો છે. અને ઈ વાહનો માટે સબસીડી યોજના પણ જાહેર કરી છે. ત્યારે આ ઇનોવેશન ખૂબ ઉપયોગી નીવડશે. કોઈપણ ટૂ વ્હીલરનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય તેને 15થી 20 હજારનાં ખર્ચમાં ઈ બાઇકમાં કન્વર્ટ કરી શકાય છે. આ ઈ બાઇકમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 એમ કુલ 6 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે.

11 148 અમદાવાદનાં બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી કંટાળી બનાવ્યુ ઈલેક્ટ્રીક બાઈક

રાજકારણ / આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર

આ અંગે GTU ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.પંકજ રાય પટેલ જણાવે છે કે હાલમાં જ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ઈ બાઇક ની સવારી કરી હતી અને તેઓએ પણ વિદ્યાર્થીઓ ના આ ઇનોવેશનની સરાહના કરી હતી. ઈ વ્હીકલ જ્યારે માર્કેટમાં આવી જશે તેવામાં જે કોઈ લોકોની ઈ વ્હીકલ લેવાની શક્તિ ન હોય તેઓ જુના વહીકલ ને ઇ બાઇકમાં કનવર્ટ કરી શકે છે. હાલ પેટ્રોલ માંથી ઈ બાઇકમાં કન્વર્ટ થતા વહીકલ માટે અલગ અલગ નોંધણી અને લાયસન્સ ની પ્રક્રિયા કરવી પડે છે તેમ સરકાર બદલાવ લાવે તે જરૂરી છે. મહત્વનું છે કે  વધતા જતા પેટ્રોલના ભાવ તેમજ ઇંધણના બળતણ ના કારણે વધતા પ્રદુષણ તેમજ વાહનોના ધ્વનિ પ્રદુષણ સામે હવે ઈ વ્હીકલનો યુગ આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ એ કરેલું આ ઇનોવેશન કમાલનું સાબિત થયું છે.