unique campaign/ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અનોખું અભિયાન, જો ખોટી રીતે પોલીસ હેરાન કરે તો પણ કરો ૧૦૦ નંબર ડાયલ

ગાંધીનગરમાં મુસાફરી કરતા અને રાહદારીઓને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે તો તેમણે તાત્કાલિક 100 નંબર ડાયલ કરવો જોઈએ.

Gandhinagar Gujarat
A unique campaign by the Gandhinagar district police chief, dial 100 immediately if wrongfully harassed by the police

ગાંધીનગરમાં મુસાફરી કરતા અને રાહદારીઓને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે તો તેમણે તાત્કાલિક 100 નંબર ડાયલ કરવો જોઈએ. જેના કારણે ખોટી રીતે હેરાન કરતા પોલીસ અધિકારી કે કર્મચારી સામે જિલ્લા પોલીસ વડા પગલા લેશે.

આવું અનોખું અભિયાન ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ગાંધીનગર જિલ્લા એસ પી રવિતેજા વાસમ શેટ્ટી એ આ બાબતે જાહેર સ્થળો ઉપરાંત રિક્ષા , કેબ અને ટેક્સી ઉપર ખાસ પ્રકારના પોસ્ટર લગાવી નાગરિકોને અનુરોધ કર્યો છે. અને મેસેજ વહેતો કર્યો છે કે જો કોઈ પોલીસ કર્મચારી દ્વારા તમને હેરાન પરેશાન કરવામાં આવે અથવા કોઈ ખરાબ ગેરવર્તણૂક કરે તો તાત્કાલિક 100 નંબર ઉપર જાણ કરવા સૂચના અપાઇ છે.

આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર પોસ્ટરો લગાડવાનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના પેટ્રોલ પંપ ,એસ ટી સ્ટેન્ડ સહિતના માર્ગો ઉપર હાલ આ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે કસ્ટોડિયલ ડેથ અથવા અન્ય ગુનાઓની અંદર પોલીસ ગુનેગારોને છાવરતી હોવાના અનેક દાખલા સામે આવ્યા છે.

એટલું જ નહીં પોલીસની કાર્યવાહી સામે પણ આંગળી ચીંધવામાં આવતી હતી. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હવે આ અભિયાન બાદ કેટલી સફળતા મળશે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો:મહત્વનો ચુકાદો/વલસાડની કોર્ટનો બાળકી પર દુષ્કર્મના મામલે ઐતિહાસિક ચુકાદો

આ પણ વાંચો:Rajkot/રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરથી 100 જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:ગજબ/પ્લાસ્ટિકની સમસ્યાનું સોલ્યુશન શોધ્યું આ વિદ્યાર્થીનીએ, બનાવ્યું 6થી 7 મહિનામાં નાશ થતુ બાયોપ્લાસ્ટિક

આ પણ વાંચો:CM-Education/શિક્ષણ પ્રણાલિ મૂલ્ય આધારિત હોય તો જ જીવનને ઉચ્ચસ્તરે લઈ જાયઃ ભુપેન્દ્રભાઈ પટેલ