Tricks/ સારી માવજત સાથે ઓછી જગ્યામાં ઉગાડી શકાય છે અનેક જાતની ઔષધિઓ…જાણો..

સારી માવજત સાથે ઓછી જગ્યામાં ઉગાડી શકાય છે અનેક જાતની ઔષધિઓ કારણ કે, ઘણા બધા લોકોને કિચન ગાર્ડનનો શોખ હોય છે.

Tips & Tricks Lifestyle
1 1 સારી માવજત સાથે ઓછી જગ્યામાં ઉગાડી શકાય છે અનેક જાતની ઔષધિઓ...જાણો..

સારી માવજત સાથે ઓછી જગ્યામાં ઉગાડી શકાય છે અનેક જાતની ઔષધિઓ કારણ કે, ઘણા બધા લોકોને કિચન ગાર્ડનનો શોખ હોય છે. અને જો ઘરે જ અલગ અલગ પ્રકારની વસ્તુઓ ઉગાડવામાં આવે તો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમને તાજી અને કેમિકલ વગરની વસ્તુ મળે છે. કેટલીક એવી ઔષધી છે જેનાથી  ઘરે અને ઓછી જગ્યામાં કિચન ગાર્ડનનો શોખ પુરો કરી શકો છો.

ચાઈવ: તેનો ઉપયોગ સૂપથી લઇને ઘણી ડીશોમાં થાય છે. તેના માટે એવી માટીની પસંદગી કરો, જે મુલાયમ અને ભેજ વાળી હોય. તેને તડકાની વધુ જરૂર નથી રહેતી. દિવસમાં 4 કલાક તડકો તેમના માટે પુરતો હોય છે.

ફુદીનો : ફુદીનો ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેના પાંદડા તાજગી પૂરી પાડે છે. તેનો ચા, ચટણી કે સૂપ બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. ફુદીનાના પાંદડાને વધુ તડકાની પણ જરૂર નથી પડતી. તેને બાલ્કનીમાં રાખેલા કુંડામાં સરળતાથી ઉગાડી શકાય છે.

તુલસી : તુલસી દરેક ઘરનો જરૂરી છોડ છે. તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. તે ઉપરાંત શરદી, ખાંસી અને તાવ વગેરેમાં પણ તેનું સેવન લાભદાયક હોય છે.

કોથમીર : કુંડામાં ધાણાના દાણા નાખી દો. એક બે દિવસ પછી થોડુ પાણી નાખો. થોડા જ દિવસમાં તેના પાંદડા નીકળવા લાગશે. તેનો ઉપયોગ ચટણી બનાવવામાં કરી શકાય છે. ભારતીય ઘરોમાં તો કોથમીરનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે.

લેમન થાઈમ : સુગંધી પાંદડાંવાળો એક ઔષધિ છોડ છે. તેની સુંગધ મનને ખુશ કરી દે છે. તેને ચા માં નાખીને પી શકાય છે. તે ઝડપથી વધે છે. ઘણી વિદેશી ડીશમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.