Valentine Day 2022/ આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

લે ચોકલેટ બોક્સને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ માનવામાં આવે છે. આ ચોકલેટ સારી રીતે ડિઝાઇન કરેલા બોક્સમાં આવે છે.

Tips & Tricks Lifestyle
સૌથી મોંઘી ચોકલેટ

7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આજે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લોકો તેમના પ્રિયજનો, મિત્રો, પાર્ટનરને ચોકલેટ ભેટમાં આપે છે. કહેવાય છે કે સારી શરૂઆત માટે કંઈક ગળ્યું ખાવું જરૂરી છે. જોકે, વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. ત્યાર બાદ પ્રપોઝ ડે આવે છે અને પછી ચોકલેટ સેલિબ્રેટ થાય છે. આ દિવસ માટે, ચોકલેટ ખૂબ જ અલગ અને સુંદર પેકેજિંગમાં આવે છે. જો કે દુનિયામાં અનેક પ્રકારની ચોકલેટ છે, પરંતુ આજે અમે તમને એવી પાંચ સૌથી મોંઘી ચોકલેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત લાખો અને કરોડોમાં છે.

આ પણ વાંચો :ચોકલેટ અને ડાર્ક ચોકલેટ વચ્ચે છે આ તફાવત, જાણો કઈ વધુ સારી

લે ચોકલેટ બોક્સ

લે ચોકલેટ બોક્સને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ માનવામાં આવે છે. આ ચોકલેટ સારી રીતે ડિઝાઇન કરેલા બોક્સમાં આવે છે. તેની સાથે હીરાનો હાર, કડા અને વીંટી છે. જે નીલમથી બનેલી હોય છે. આ ચોકલેટ તેના શાનદાર સ્વાદ અને ડિઝાઇન માટે ખૂબ પ્રખ્યાત છે. તેની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ 21 લાખ રૂપિયાથી વધુ છે.

a 56 આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

ફ્રોઝન હાઉતે ચોકલેટ

ફ્રોઝન હાઉતે ચોકલેટની ગણતરી વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ્સમાં પણ થાય છે. આ ચોકલેટે ગિનિસ રેકોર્ડ  પણ બનાવ્યો છે. 28 કોકોના મિશ્રણથી બનેલી, આ ચોકલેટ 23 કેરેટ ખાદ્ય સોનાની બનેલી છે, જેને સફેદ હીરાથી જડેલા સોનાના બાઉલમાં પીરસવામાં આવે છે. તેની કિંમત 25 હજાર ડોલર એટલે કે 18 લાખથી વધુ છે.

a 56 1 આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

ગોલ્ડન સ્પેક્લ્ડ ચોકલેટ એગ

ગોલ્ડન સ્પેક્લ્ડ ચોકલેટ એગનું વજન 100 પાઉન્ડથી વધુ છે. આ ચોકલેટ ત્રણ ફૂટ લાંબી અને બે ઈંચ પહોળી છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ ચોકલેટને સૌથી મોંઘી નોન-જ્વેલેડ ચોકલેટ એગ કહેવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, તમે આ ચોકલેટ ખરીદી શકતા નથી. તેની કિંમત 11 હજાર 107 ડોલર એટલે કે 8 લાખ રૂપિયાથી વધુ છે.

a 56 2 આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

કેડબરી વિસ્પા ગોલ્ડ ચોકલેટ બાર

કિંમતી ચોકલેટમાં કેડબરી વિસ્પા ગોલ્ડ ચોકલેટ બારનું નામ પણ છે. આ ચોકલેટ પ્રીમિયમ મેડાગાસ્કન કોકો બીન્સમાંથી બનાવવામાં આવે છે. એટલું જ નહીં, આ ચોકલેટને પણ સોનાના પાનમાં લપેટી દેવામાં આવે છે, જેથી લોકો તેને ખાઈ શકે. તેની કિંમત લગભગ 1600 ડોલર એટલે કે એક લાખ 19 હજાર રૂપિયા છે.

a 56 આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

આર્ટ સિરીઝ ગુઆયાસમીન

આ ચોકલેટ 77 ટકા કોકો બીન્સ અને એક્વાડોરિયન ડાર્ક ચોકલેટથી બનેલી છે. આ ચોકલેટની 50 ગ્રામની કિંમત $450 એટલે કે 33 હજાર રૂપિયા છે. આ ચોકલેટ ઓર્ડર કર્યાના છ અઠવાડિયા પછી પહોંચાડવામાં આવે છે.

a 57 આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

આ પણ વાંચો :પત્નીનો સ્વભાવ ચિડીયો છે ? તો આ રીતે હેન્ડલ કરો..

આ પણ વાંચો :હાર્ટ એટેક  કે બીપીની સમસ્યા નહીં કરે હેરાન, શાકાહારી ફૂડના આ છે ફાયદા

આ પણ વાંચો :જો તમે વારંવાર હેડકીથી પરેશાન છો, તો આ ઉપાયો અપનાવો.

આ પણ વાંચો : ઘરે બનાવો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય, નોંધીલો રેસીપી…..