Not Set/ સુરતના ડિંડોલી બ્રીજ ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ મહિલાનો લીધો જીવ

સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી બ્રીજ પર મહિલાના ગળામાં દોરો પડતા બાઇક પરથી નીચે પડતા મહિલાનું મોત નીપજ્યું છે.

Gujarat Surat
a 52 સુરતના ડિંડોલી બ્રીજ ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ મહિલાનો લીધો જીવ
  • સુરતમાં દોરીએ લીધો એક મહિલાનો જીવ
  • શહેરના ડિંડોલી બ્રીજ પર મહિલાનો લીધો જીવ
  • દોરો પડતા બાઇક પરથી નીચે પડતા મહિલાનું મોત
  • મહિલાનું સારવાર દરમિયાન થયું મોત
  • મૃતક મહિલા પતિ સાથે સબંધીને ત્યાં જવા નીકળી હતી

 ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગની દોરી પક્ષીઓની સાથે જ હવે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો માટે પણ જીવલેણ સાબિત થઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી બ્રીજ પર મહિલાના ગળામાં દોરો પડતા બાઇક પરથી નીચે પડતા મહિલાનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો :સુરતમાં યુવકે કર્યો આપઘાત, કારણ એવું કે જાણીને તમે પણ રડી પડશો

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના શહેરના મહિલા તેના પતિ સાથે કોઈ સબંધીના ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન ડિંડોલી બ્રીજ મહિલાના ગળામાં દોરો પડતા બાઇક પરથી નીચે પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેવામાં આવી હતી. જય સારવાર દરમિયાન મહિલા મોતને ભેટી હતી.

આ પણ વાંચો :લોખંડ ભંગારના વેપારીઓ પર GST વિભાગના રાજવ્યાપી દરોડા,285 કરોડના બોગસ બિલીંગ ઝડપાયું

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં થોડો દિવસથી પતંગની દોરીથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ ભરૂચના ભોલાવ વિસ્તારના ભૃગુઋષિ બ્રિજ ઉપર પ્રાણઘાતક ઘટના સર્જાય હતી. જેમાં એક મહિલાને પતંગની દોરી વાગી જતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું હતું. ભોલાવ વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ બ્રિજ પરથી સાંજના સમયે ઝાડેશ્વર રોડ પર આવેલ અરુણોદય બંગ્લોઝમાં રહેતી 30 વર્ષીય અંકિતા હિરેન મિસ્ત્રી નામની મહિલા ટુ વ્હીલર લઈને પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક તેના ગળાના ભાગે પતંગની ધારદાર દોરી વાગી જતાં તેને ઇજા પહોચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ગંભીર ઇજાના પગલે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મહિલાનું મોત થયું હોવાનું ચોપડે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે રાજ્યમાં ઠંડી વધી, સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયુ

આ પણ વાંચો :કોરોના સંક્રમણની પુનઃ શરૂ થયેલ સફરમાં સાવચેતીઓના અભિગમમાં…..

આ પણ વાંચો : માંગરોળના એક સેવાભાવી ખોજા જ્ઞાતિના યુવાને નિભાવ્યો ભગવાનનો રોલ