OMG!/ એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

જો તમને કોઇ એેવુ કહે કે હુ હેલિકોપ્ટર ખરીદીને આવ્યો છુ, ત્યારે તમારુ રિએક્શન શું હશે?

Top Stories Ajab Gajab News
2 222 એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

જો તમને કોઇ એેવુ કહે કે હુ હેલિકોપ્ટર ખરીદીને આવ્યો છુ, ત્યારે તમારુ રિએક્શન શું હશે? સ્વાભાવિક છે તમે તેને પાગલ માણસ કહેશો. પણ આજે અમે તમને જે જાણકારી આપવા જઇ રહ્યા છીએ તેમા એક શખ્સે એક બે નહી પણ 6 હેલિકોપ્ટર ખરીદ્યા છે. વળી આ માણસ શું કામ કરે છે તે જાણીને તમે પણ કહેશો વાહ ગુરુ વાહ…

2 224 એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

રાજકારણ / મેનકા ગાંધીનો કથિત ઓડિયો વાયરલ, પોલીસને આપ્યો એવો આદેશ જાણીને ચોંકી જશો

આપને જણાવી દઇએ કે, દુનિયામાં ઘણીવાર એવુ તમને જોવા, સાંભળવા મળી જાય જેની તમે કલ્પના પણ કરી ન હોય. આવુ જ કઇંક તાજેતરમાં પ્રકાશમાં આવ્યુ છે. જણાવી દઇએ કે, પંજાબનાં માનસાનાં એક ભંગારવાળાએ ભારતીય સેના પાસેથી 6 હેલિકોપ્ટર ખરીદ્યા છે. જો કે આ તમામ હેલિકોપ્ટર ભંગાર હતા. પણ આ વાત જ્યારે લોકોને ખબર પડી તો આ હેલિકોપ્ટરને જોવા લોકોની ભીડ થવા લાાગી હતી. જણાવી દઇએ કે, હેલિકોપ્ટરનો ભાર 10 ટન પ્રતિ હેલિકોપ્ટર છે, જે બોલીનાં માધ્યમથી ખરીદવામાં આવ્યા છે.

2 225 એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

આ જ બાકી હતુ! / છત્તીસગઢમાંથી 800 કિલો ‘છાણ’ ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

આપને જણાવી દઇએ કે, માનસાનાં મિત્તૂ ભંગારવાળાનો પુત્ર ડિમ્પલ અરોરાએ ઉત્તર પ્રદેશનાં સહારનપુર જિલ્લાનાં સરસાવા એરબેઝ સ્ટેશનથી છ સ્ક્રેપ કરેલા એરફોર્સ હેલિકોપ્ટર 72 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. આમાંથી ત્રણ એક સાથે વેચાયા છે. જ્યારે તે સોમવારે સાંજે બાકીનાં ત્રણ હેલિકોપ્ટરને લઈને આવ્યો હતો, ત્યારે ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો હેલિકોપ્ટર જોવાની સાથે સેલ્ફી પણ લેવા લાગ્યા હતા. આ હેેલિકોપ્ટરને એક મુંબઈની પાર્ટીએ ખરીદ્યો, જ્યારે બે હેલિકોપ્ટરને લુધિયાનાનાં હોટલ માલિકે ખરીદ્યો. જ્યારે અન્ય હેલિકોપ્ટર માનસામાં જ ઉભા છે, જે અત્યારે લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

2 223 એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

Interesting / મધ્યરાત્રિએ ઘરમાંથી આવી રહ્યો હતો અવાજ, મહિલાએ જઇને જોયુ તો રસોડામાં ઉભો હતો હાથી

ડિમ્પલ કહે છે કે તેના પિતા મિત્તૂએ વર્ષ 1988 માં ભંગારનો ધંધો શરૂ કર્યો હતો. હવે ખરીદી એટલી થઈ ગઈ છે કે તેઓએ લગભગ 6 એકર જમીનમાં ભંગાર રાખેલો છે. હવે તે માત્ર માનસા પંજાબમાં જ નહીં, પરંતુ દેશનાં અન્ય ભાગોમાંથી પણ ભંગાર ખરીદવાનું કામ કરે છે. ડિમ્પલે જણાવ્યું હતું કે, લગભગ ત્રણ મહિના પહેલા, જ્યારે તેઓ ભંગાર ખરીદવા ઓનલાઇન શોધ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એરફોર્સની હરાજી દેખાઇ હતી. આમાં છ હેલિકોપ્ટરની હરાજી થવાની હતી.

kalmukho str 10 એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી