સુરેન્દ્રનગર/ સાયલા ના નાગડકા ગામે જમીન ની તકરારમાં ફાયરીંગ યુવાન ની હત્યા કરાઈ

3 શખ્સ ફરાર. કાર લઈને આવેલા 2 અજાણ્યા સાથે પેરોલ જંપતા ફરાર આરોપીએ તમંચા જેવા હથિયાર થી ફાયરીંગ કર્યું.

Gujarat Others
Untitled 387 સાયલા ના નાગડકા ગામે જમીન ની તકરારમાં ફાયરીંગ યુવાન ની હત્યા કરાઈ

સાયલા તાલુકાના નાગડકા થી બોટાદ તરફ રવિવારે જતાં બોલેરો કારચાલક કાઢી દરબાર ને કાર લઈને આવેલાં બે અજાણ્યા સાથે પેરોલ જપ મા ફરાર આરોપીએ તમંચા જેવા હથિયાર થી ફાયરીંગ કરી ને મોત નિપજાવીને નાશી છુટેયા હતાં યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી આ બાબતે જમીન ની તકરાર માં હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે…

સાયલા ના નાગડકા ના વતની અંદાજે ૩૬ વર્ષ ના ચાપરાજભાઇ ભીખુભાઇ બોરીચા પોતાની બોલેરો કાર લઈને તા. ૨૬ સપ્ટેમ્બર ને રવિવારના સવારે બોટાદ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન નાગડકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પુર ઝડપે આવતી કારમાં બેઠેલા ૩ શખ્સ મા છેડાવાળા લખભાઇ પંજભાઇ ખાચર ઉર્ફે. લખુ આપાએ બોલેરો કાર રોકાવી હતી અને ચાપરાજભાઇ ઉપર લખુભાઇએ પોતાની પાસે રહેલા તમંચા જેવા હથિયાર થી ફાયરીંગ કર્યું હતું જેમાં ચાપરાજભાઇ ને ખંભાની નીચે જીવલેણ ઈજા થતાં પોતાની બોલેરો કાર મા ઢળી પડતાં મોત થયું હતું..

જ્યારે કાર લઈને આવેલાં લખુભાઇ અને બે અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતાં આ બાબતે પરિવાર જનોને જાણ થતાં લાશ ને સાયલા દવાખાને લઈ જવામાં આવી હતી. ધજાળા પોલીસ ને જાણ થતાં પીએસઆઇ ઝેડ. એલ. ઓડેદરા સહિત પોલીસ કર્મીઓ સાયલા દોડી આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ આરોપી લખુભાઇ પેરલ જંપતા ફરાર આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે વધુ તપાસ શરુ કરી ને આરોપી ને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બે સંતાનો ના પિતાની હત્યા થતાં પરિવારજનો મા આકંદ ફેલાયો હતો પોલીસને પ્રાથમિક તપાસમાં જમીન બાબતની તકરારમાં હત્યા થયાનું માનવામાં આવી રહ્યું છે

લાશને પેનલ ટીમ સાથે પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી આ બાબતે ધજાળા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જમીન ની તકરાર માં યુવાન ની હત્યા થય હોવાનું પોલીસ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે