Ahmedabad Crime/ વેજલપુરમાં ફાયરિંગમાં એક યુવકનું મોત

વેજલપુરમાં આવેલી વિભાવરી સોસાયટીમાં  રવિવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં બે યુવકો રિવોલ્વર સાથે મજાક કરી રહ્યા હતા. અચાનક રિવોલ્વરમાંથી ગોળીબાર થતા દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત (36) નામના યુવકનું મોત નીપજ્યુ હતું. પોલીસના…

Top Stories Gujarat
Beginners guide to 2024 03 11T171400.720 વેજલપુરમાં ફાયરિંગમાં એક યુવકનું મોત

@ નિકુંજ પટેલ

Ahmedabad News: વેજલપુરમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં બે યુવકો હથિયાર સાથે મજાક કરતા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યુ હતું. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં આવેલી વિભાવરી સોસાયટીમાં  રવિવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં બે યુવકો રિવોલ્વર સાથે મજાક કરી રહ્યા હતા. અચાનક રિવોલ્વરમાંથી ગોળીબાર થતા દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત (36) નામના યુવકનું મોત નીપજ્યુ હતું. પોલીસના જણાવ્યા મુજબ દિગ્વિજય રિવોલ્વર લઈને મજાક કરી રહ્યો હતો. બે વખત તેણે રિવોલ્વર લમણા પર રાખીને ટ્રીગર દબાવ્યું પણ ગોળીબાર થયો  ન હતો. પણ તેણે ત્રીજીવાર ટ્રીગર દબાવ્યું હતું. જેમાં તેને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું.

દિગ્વિજયસિંહ અને તેનો મિત્ર બનાવ વખતે નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. તે સિવાય બન્ને કોલ સેન્ટર સાથે સંકળાયેલા હોવાની પણ ચર્ચા છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમ પણ આવી હતી અને તપાસ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત

આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા