#​​Ahmedabad/ ઈડરના યુવકને કેનેડા મોલવાની લાલચ આપીને છેતરપિંડી

અમદાવાદના એજન્ટ સામે નોંધાયો ગુનો

Gujarat
Beginners guide to 15 2 ઈડરના યુવકને કેનેડા મોલવાની લાલચ આપીને છેતરપિંડી

Gujarat News : ઈડરના ભદ્રેસર ખાતે રહેતા ખેડૂત પરેશ એલ.દેસાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને તેમના દિકરાને વર્ક પરમીટને આધારે કેનેડા મોકલવો હતો. આથી તેમણે અમદાવાદના ઓઢવમાં વિઝા એજન્ટ તરીકે કામ કરતા કૃપાલ રાવલ અને નિલેશ શાહનો સંપર્ક સાધ્યો હતો.

બન્ને એજન્ટોએ પરેશભાઈને તેમના દિકરાની કેનેડાની વર્ક પરમીટ કરાવી આપવાની લાલચ આપી હતી. તેમણે પરેશભાઈને તેમના દિકરાને કેનેડા મોકલવા કાર્યવાહી કરવા ફીની રકમ માંગી હતી. તેમણે પરેશભાઈને પોતાની ઓઢવમાં આવેલી રશ્મી ગ્રોથ હબ ખાતે આવેલી ઓફિસે બોલાવ્યા હતા. પરેશભાઈ તેમને મળતા તેમણે આ ગેના દસ્તાવેજો તૈયાર રાખવા અને આ કામ માટે ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી. આથી પરેશભાઈએ બન્ને એજન્યોના કહ્યા મુજબ દસ્તાવેજો અને આ રકમ આપી હતી. ઉપરાંત વિઝા આવ્યા બાદ વધુ છ લાખ આપવાની વાત કરી હતી.

જૂન 2022 માં આરોપીઓએ વિઝા માટે ઓનલાઈન ઈંગર પ્રિન્ટ આપવાની છે અને તમારી ફાઈલ મંજુર થઈ ગઈ હોવાનું પરેશભાઈને કહ્યું હતું. જોકે પરેશભાઈના પુત્ર અંકિતે ફાઈલ વર્ક પરમીટની નહી પણ વિઝીટર વિઝાની હોવાનું ધ્યાન દોર્યું હતું. જોકે કૃપાલે કેનેડા જઈને બધુ ઠીક થઈ જશે, એમ કહ્યું હતું. બાદમાં તેમણે અવારનવા બન્ને એજન્ટોને વિઝાની કાર્યવાહી અંગે પુછપરછ કરી હતી. પરંતુ તેમણે સંતાષકારક જવાબ આપ્યો ન હતો. આથી તેમણે ઈડર પોલીસમાં કૃપલ સી રાવલ અને નિલેશ શાહ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો