Interesting/ અજબ ક્રિકેટરની ગજબ કહાની, હાથ વિના પણ કરે છે બોલિંગ અને બેટિંગ

દુનિયામાં ઘણા એવા લોકો પણ જોવા મળે છે કે જે શારીરિક રીતે અસમર્થ હોય છતા કઇક એવુ કરી બતાવે કે જે અન્ય લોકો માટે એક સબક બની જાય છે. તેવો જ એક વ્યક્તિ છે કે જેના હાથ નથી છતા તે બોલિંગ અને બેટિંગ કરી શકે છે. આ એક અનોખા ક્રિકેટરની અનોખી કહાની છે. જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ […]

Top Stories India Sports
Kashmir’s para cricket captain to play for India અજબ ક્રિકેટરની ગજબ કહાની, હાથ વિના પણ કરે છે બોલિંગ અને બેટિંગ

દુનિયામાં ઘણા એવા લોકો પણ જોવા મળે છે કે જે શારીરિક રીતે અસમર્થ હોય છતા કઇક એવુ કરી બતાવે કે જે અન્ય લોકો માટે એક સબક બની જાય છે. તેવો જ એક વ્યક્તિ છે કે જેના હાથ નથી છતા તે બોલિંગ અને બેટિંગ કરી શકે છે. આ એક અનોખા ક્રિકેટરની અનોખી કહાની છે.

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાથી એક અનોખા ક્રિકેટરની કહાની સામે આવી રહી છે. આપને જણાવી દઇએ એક એવા ક્રિકેટરની કહાની કે, જેનું નામ આમિર છે, જેને હાથ નથી છતાં તે બોલિંગ કરે છે. હાથ ન હોવા છતાં તે બેટિંગ પણ કરી જાણે છે.

aa Cover spd7dvlhod1a6chmerjqs2u8s6 20171118072531.Medi અજબ ક્રિકેટરની ગજબ કહાની, હાથ વિના પણ કરે છે બોલિંગ અને બેટિંગ

આ છે જમ્મુ કાશ્મીર ના અનંતનાગ જિલ્લાનો ક્રિકેટર

આમિર ક્રિકેટનો રમવાનો શોખ  ધરાવે છે. તે ભારતીય ક્રિકેટને ઘણો પસંદ કરે છે. સાથે જ તે ક્રિકેટ પણ ગજબનું રમે છે. આમિર એક દિવ્યાંગ છે. એક અકસ્માત દરમિયાન આમિરનાં બંને હાથ કપાઈ ગયા હતા. હાથ કપાયા ત્યારે તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. ભારતીય સેનાની મદદથી તે હોસ્પિટલે પહોંચ્યો અને સારવાર બાદ નવ જીવન મેળવી ફરી સાજો થયો. જો કે તેની પાસે બંને હાથ ન હતા છતાં તે ક્રિકેટ પ્રત્યે એટલો સમર્પિત થયો કે તે આજે  પગ વડે જ બોલિંગ કરે છે અને હાથ ન હોવા છતાં જ તે પોતાના ખભાથી બેટિંગ કરે છે.