Not Set/ ગુજરાતમાં 15થી 16 સીટો પરથી આપ ચૂંટણી લડી શકે છે

અમદાવાદ આખરે,ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે નક્કી થઇ ગયું છે.છેલ્લાં થોડા સમયથી ગુજરાતમાં આપ ચૂંટણી લડશે કે કેમ તે અંગે દ્વિધા ચાલતી હતી.જો કે શુક્રવારે આપની એક અગત્યની મીટીંગમાં ગુજરાતમાં પક્ષ કેટલી સીટો પરથી ચૂંટણી લડશે તે અંગે મહત્વની ચર્ચાઓ થઇ હતી. ચૂંટણીની રણનીતિને આજે મહત્વનો ઓપ અપાઇ રહ્યો છે.ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની […]

Top Stories
aap gujrat ગુજરાતમાં 15થી 16 સીટો પરથી આપ ચૂંટણી લડી શકે છે

અમદાવાદ

આખરે,ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે નક્કી થઇ ગયું છે.છેલ્લાં થોડા સમયથી ગુજરાતમાં આપ ચૂંટણી લડશે કે કેમ તે અંગે દ્વિધા ચાલતી હતી.જો કે શુક્રવારે આપની એક અગત્યની મીટીંગમાં ગુજરાતમાં પક્ષ કેટલી સીટો પરથી ચૂંટણી લડશે તે અંગે મહત્વની ચર્ચાઓ થઇ હતી.

ચૂંટણીની રણનીતિને આજે મહત્વનો ઓપ અપાઇ રહ્યો છે.ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આપ કેટલાં ઉમેદવારો ઉભા રાખશે તે અંગે આજે નિર્ણય લેવાઇ શકે છે.આપના ગુજરાતના ઇનચાર્જ ગોપાલ રાય આજે  અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી લક્ષી અગત્યની જાહેરાત કરી શકે છે.સુત્રોના કહેવા પ્રમાણે આપની અગત્યની મીટીંગ શુક્રવારે મળી હતી અને તેમાં ગુજરાતની ચૂંટણીમાં કેટલાં ઉમેદવારો ઉભા રાખવા તે અંગે ચર્ચાઓ થઇ હતી.

ગુજરાત આપના કેટલાંક નેતાઓનો સુર હતો કે પક્ષે કમસે કમ 100થી વધુ સીટ પર ઉમેદવારોને ઉભા રાખવા જોઇએ.જો કે આજે (શનિવાર) આપની મળી રહેલી મીટીંગમાં પાર્ટી કેટલી સીટ પર ચૂંટણી લડશે તે નક્કી થશે.કેટલાંક મીડીયામાં આવેલા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આપ 15થી 20 સીટો પર ચૂંટણી લડી  શકે છે.ઓછી સીટો પર ચૂંટણી લડવા અંગે તર્ક આપતા આપ સાથે જોડાયેલા એક નેતા કહે છે કે વધુ સીટો પર ચૂંટણી લડવાને કારણે ભાજપને સીધો ફાયદો થાય તેમ છે.ભાજપ વિરોધી તુટેલા મતો વહેંચાઇ જવાને કારણે સરવાળે બધા પક્ષોને નુકસાન જઇ શકે છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણ લડવા માટે અસંજમસમાં હતી.ગયા મહિને એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગુજરાતમાં આપ ચૂંટણી નહીં લડે.