Not Set/ મહારાષ્ટ્ર/ મંત્રાલયની ફાળવણીને લઈને કોંગ્રેસ-એનસીપીમાં ખેંચતાણ, અબ્દુલ સત્તારે આપ્યુ રાજીનામું

30 ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ મહારષ્ટ્ર વિધાનસભાનું વિસ્તરણ થયું હતું. પરંતુ હજુ સુધી ખાતાની ફાળવણી થઈ નથી. દરમિયાન શનિવારે ઔરંગાબાદથી શિવસેનાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર અબ્દુલ સત્તરે મંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. કેબિનેટ મંત્રી પદ ન મળતાં તેઓ ગુસ્સે થયા હતા. જો કે શિવસેના દ્વારા હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી. […]

Top Stories India
abdul sttar મહારાષ્ટ્ર/ મંત્રાલયની ફાળવણીને લઈને કોંગ્રેસ-એનસીપીમાં ખેંચતાણ, અબ્દુલ સત્તારે આપ્યુ રાજીનામું

30 ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ મહારષ્ટ્ર વિધાનસભાનું વિસ્તરણ થયું હતું. પરંતુ હજુ સુધી ખાતાની ફાળવણી થઈ નથી. દરમિયાન શનિવારે ઔરંગાબાદથી શિવસેનાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર અબ્દુલ સત્તરે મંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. કેબિનેટ મંત્રી પદ ન મળતાં તેઓ ગુસ્સે થયા હતા. જો કે શિવસેના દ્વારા હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી.

હવે ખાતાની ફાળવણીને લઈને એનસીપી અને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. એનસીપી અને શિવસેના તેમના ક્વોટામાં થી એક પણ મંત્રી પદની કોંગ્રેસ સાથે અદલા બદલી કરવા તૈયાર નથી. એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે બંને પક્ષના નેતાઓએ વચ્ચે બેઠક છોડી દીધી હતી. બંને પક્ષો વચ્ચેના પરસ્પર વિવાદને કારણે મંત્રીઓના ખાતાની ફાળવણી હજુ સુધી તહી શકી નથી.

ગુરુવારે મોડી રાત્રે શિવસેના-એનસીપી-કોંગ્રેસના અગ્રણી નેતાઓની શિવસેનાના નેતા સુભાષ દેસાઇના સત્તાવાર નિવાસસ્થાને ખાતાકીય વહેચણી માટે બેઠક મળી હતી. આ બેઠકમાં અશોક ચવ્હાણે ગ્રામ વિકાસ, સહકાર અને કૃષિ વિભાગમાઠી કોઈ એક કોંગ્રેસને આપવાની માંગ કરી હતી. ચવ્હાણે શિવસેના અને એનસીપી સાથે વિભાગોની આપ-લે પર પણ સંમતિ આપી હતી.

અજિત પવાર અને ચવ્હાણ વચ્ચે ઉગ્ર ચર્ચા

જો સૂત્રોની વાત માનીએ તો, ચવ્હાણની માંગ પર, અજિત પવારે કહ્યું કે કોંગ્રેસમાં કોની સાથે વાત કરવી, કોઈ નેતા નથી. આ અંગે અશોક ચવ્હાણ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે તેઓ પ્રદેશ પ્રમુખ હતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, તેમને કેવી રીતે નકારી શકાય? આ અંગે પવારે કહ્યું કે પૃથ્વીરાજ ચવ્હાણ વિભાગની છેલ્લી બેઠકમાં પણ હાજર હતા, તેઓ કંઈ બોલ્યા નહીં, હવે અશોક ચવ્હાણ નવી માંગ કરી રહ્યા છે. છેવટે, તે કેવી રીતે કાર્ય કરશે? આ વાત કરતાં અજિત પવાર ખૂબ જ આક્રમક બન્યા હતા. આ અંગે અશોક ચવ્હાણે નારાજગી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.