2024 elections/ વાયનાડમાં રાહુલ ગાંદીના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડાની ગેરહાજરી

રોડ શોમાં તિરંગો, ફુગ્ગા અને રાહુલના પોસ્ટર નજરે ચઢ્યા

Top Stories India
Beginners guide to 2024 04 05T154517.325 વાયનાડમાં રાહુલ ગાંદીના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડાની ગેરહાજરી

Keral News : કોગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. 3 એપ્રિલ તેમણે બહેન પ્રિયંકા ગાંદી અને કોગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે ફોર્મ ભર્યું હતું. તે પહેલા તેમમે રોડ શો કર્યો હતો. જેમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) સહિત યુટીએફની તમામ સહયોગી પાર્ટીઓ મોજુદ હતી. રોડ શો દરમિયાન ત્રિરંગા, ફુગ્ગા અને રાહુલના પોસ્ટરો દેખાતા હતા. મુસ્લિમ લીગનો અડધો ચંદ્ર અને તારા વાળો લીલો ઝંડો ક્યાંય દેખાયો ન હતો. હવે કોમ્યુનિસ્ટ પાર્ટી અને બીજેપીએ મુસ્લિમ લીગ પર ઝંડાની ગેરહાજરી પર સવાલો કર્યા છે. લેફ્ટે આરોપ લગાવ્યો છે કે બીજેપીના ડરથી કોગ્રેસે સહયોગી દળનો ઝંડા છુપાવ્યો હતો.. જ્યારે બીજેપીએ કહ્યું છે કે મુસ્લિમ લીગના ઝંડાથી રાહુલ ગાંદીને શરમ આવે છે. કોંગ્રેસ તરફથી પણ હજી આ વિવાદ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા આવી નથી. પાર્ટીના નેતાઓએ આ અંગે ચુપકીદી સેવી લીધી છે.

કોગ્રેસ કેરળમાં યુડીએફ ગઠબંધનનો હિસ્સો રહી છે. જેમાં ઈન્ડીયન મુસ્લિમ લીગ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને કેરળ કોંગ્રેસ (એમ) પણ સામેલ છે. 2019ની ચૂંટમીમાં કોંગ્રેસ પોતાના સહયોગીઓ સાથે કેરળમાં ચૂંટણી લડી હતી અને 20 માંથી 19 સીટ પર કબજો મેળવ્યો હતો. લેફ્ટ પાર્ટીઓના ગઠબંધનને ફક્ત એક સીટ મળી હતી. 2019ની ચૂંટણીમાં પણ રાહુલ ગાંદીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો. જેમાં મુસ્લિમ લીગના સમર્થક લીલા રંગના ઝંડા સાથે સામેલ થયા હતા. પાંચ વર્ષ પહેલા બીજેપી નેતા અમિત શાહે ટિપ્પણી કરી હતી. અમિત શાહે મુસ્લિમ લીગના ઝંડાને પાકિસ્તાની ઝંડો કહ્યો હતો. તેમમે કહ્યું હતું કે આ ઝંડા સેથે કોઈ જુલુસ કાઢે તે ખબર નથી પડતી કે આપણે ભારતમાં છીએ કે પાકિસ્તાનમાં.  ચર્ચા છે કે આલોચના ને કારણે જ કોગ્રેસે આ વખતે રાહુલના રોડ શો વખતે લીલા ઝંડાથી મોં ફેરવ્યું હતું.

રાહુલ ગાંધીના નોમિનેશન બાદ આ મુદ્દો સીપીઆ (એમ)એ ઉઠાવી લીધો. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતે કહંયુ કે કોંગ્રેસનું સ્તર નીચું ઉતરી ગયું છે. ભાજપના ડરથી તેમણે મુસ્લિમ લીગના ઝંડાને ગાયબ કરી દીધો.

બીજીતરફ વાયનાડ પહોંચેલા રાહુલ ગાંદીના જુના પ્રતિસ્પર્ધિ સ્મૃતિ ઈરાનીએપણ કોંગ્રેસને આડે હાથો લીધી હતી. તેમમે કહ્યું કે કોગ્રેસ પાર્ટીની નામાંકન રેલીમાં મુસ્લિમ લીગના ઝંડા શંતાડાયા હતા. જેનાથી એવું લાગે છે કે રાહુલ ગાંદીને મુસ્લિમ લીગથી સમર્થન લેવામાં શરમ આવે છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે કેરળમાં મુસ્લિમ લીગ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠ્ઠન પીએફઆઈના રાજકીય ચહેરા એસડીપીઆઈનું સમર્થન લે છે પરંતુ ઉત્તર ભારતમાં મંદિરોમાં ફરવા માટે ઝંડા સંતાડે છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી જ્યારે દક્ષિણ રાજનિતી કરે છે ત્યારે સનાતન ધર્મની આલોચના કરે છે અને ઉત્તર ભારતમાં દરેક પ્રતિષ્ઠિત મંદિરમાં જાય છે. ઝંડાના વિવાદ બાદ બીજેપીએ માઈક્રો સોશિયલ સાઈટ એક્સ પર સિડીયો શેર કર્યો હતો જેમાં વાયનાડના બીજેપી કેન્ડિડેટ કે.સુરેન્દ્રની રેલીમાં માહોલ ભગવામય નજરે ચડ્યું હતું. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને એક્સ પર પોસ્ટ કરી કે પાર્ટીને પોતાના ઝંડા પર કેટલો ગર્વ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે