Ahmedabad News/ ધંધુકાના તત્કાલીન ક્લાર્ક સામે એસીબીએ ગુનો નોંધ્યો

સત્તાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરતા ગુનો દાખલ કર્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ધંધુકા મામલતદાર કચેરીના તત્કાલીન ક્લાર્ક મનોજ રમણલાલ શાહ વિરૂધ્ધ ગુનો નોઁધ્યો છે. આ કેસની વિગત મુજબ અરજદારના બે સગા ભાઈઓ વિરૂધ્ધ ધંધુકા પોલીસ સ્ટેશનમાં તેમના કુટુંબી ભાઈઓે કરેલી અરજીમાં ધંધુકા પોલીસ સ્ટેશન તરફથી બન્ને ભાઈઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેમને એક્ઝીક્યુટીવમેજીસ્ટ્રેટ ધંધુકા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.લતે સમયે આરોપી મનોજ શાહએ પોતાની ક્લાર્ક તરીકેની ફરજ દરમિયાન અંગત આર્થિક લાભ લેવા માટે અરજદારના સગા ભાઈઓના જામીન લેવા માટે અરજદાર પાસેથી જામીન પટે રૂ.10,000 રોકડા લીધા હતા.

ઉપરાંચ આ રોકડ રકમ બાબતે આરોપીએ પોતાની સહી કરીને ખોટો દસ્તાવેજ બનાવીને અરજદારના ભાઈને આપ્યો હતો. આ રોકડ રકમ આરોપીએ ધંધુકા મામલતદાર કટેરીના એકપણ સરકારી રેકર્ડ, રજીસ્ટર, કેશબુકમાં નોંધ કે ખાતાવહીકરી ન હતી. તેમજ આ રકમ સરકારી તિજોરીમાં જમા ન કરાવીને પોતાની પાસે રાખીને પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો હતો. જેને પગલે એસીબીએ તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના શહેરોમાં આ રીતે હલ થશે ટ્રાફિક સમસ્યા, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે અમદાવાદ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યોજી મહત્વપૂર્ણ બેઠક

આ પણ વાંચો: સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી