ગુજરાત/ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ACBની ટીમ રાજકોટમાં, જવાબદાર અધિકારીઓના  બેંક એકાઉન્ટ અને મિલકતની કરશે તપાસ

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલાની તપાસ કરવા ACBની ટીમ રાજકોટ આવશે. ગેમઝોન અગ્નિકાંડમાં દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 29T165620.186 TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ACBની ટીમ રાજકોટમાં, જવાબદાર અધિકારીઓના  બેંક એકાઉન્ટ અને મિલકતની કરશે તપાસ

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલાની તપાસ કરવા ACBની ટીમ રાજકોટ આવશે. ગેમઝોન અગ્નિકાંડમાં દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ગેમઝોન અગ્નિકાંડમાં પાલિકાના અધિકારીઓ અને ગેમઝોનના સંચાલકોને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને હોબાળો મચતા અધિકારીઓની બદલી અને સસ્પેન્ડના આદેશ કરાયા છે. તંત્ર દ્વારા ગેમઝોન ઘટનાની લઈને કડક કાર્યવાહી કરતા SIT કમિટિ રચવામાં આવી. તેમજ હવે આ મામલામાં જવાબદાર અધિકારીઓ પર ગાળિયો વધુ કસવા ACBની ટીમ રાજકોટ આવશે.

ACBની ટીમ ગેમઝોન અગ્નિકાંડ અધિકારીઓની ભૂમિકાને લઈને તપાસ કરશે. આ તપાસમાં અધિકારીઓની તમામ મિલકત ઉપરાંત અધિકારીઓના પરિવારના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. ACBની તપાસમાં ચોકાવનારી હકીકત બહાર આવી શકે છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની તપાસમાં ACB સાથે અન્ય એજન્સીઓ પણ જોડાશે. ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની પૂછપરછ કરી. અગ્નિકાંડ મામલે અન્ય જવાબદાર અધિકારીઓ પર પણ તવાઈ આવશે.

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં મનોરંજન એકમો, વ્યાવસાયિક એકમો અને શૈક્ષણિક એકમોમાં સેફ્ટીની સુવિધાને લઈને ચકાસણી હાથ ધરવામાં આવી. ગેમઝોન અગ્નિકાંડને પગલે તંત્ર દ્વારા એક પછી એક આકરા પગલા લેવાતા રાજકોટના પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર અને મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. આ મામલામાં અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: અઠંગ ભેજાબાજોઃ રાજકીય પક્ષોના નામે 1000 કરોડની કરચોરીનું કૌભાંડ

આ પણ વાંચો: વડોદરામાં ચૂંટણી પરિણામો પછી હોદ્દેદારોમાં ફેરફાર નક્કી

આ પણ વાંચો:રાજ્યના ગેમઝોનોએ કરી છે કરોડોની કરચોરી, જીએસટી વિભાગ હરકતમાં