અકસ્માત/ જામનગર નાઘેડી નજીક ગમખ્વાર અકસ્માત, 2 નાં મોત, 4 ઈજાગ્રસ્ત

જામનગર ખંભાળિયા હાઈવે પર નાઘેડી ગામના પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટ્રક ચાલકે કારને ટક્કર મારતા ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા.

Gujarat Others
A 76 જામનગર નાઘેડી નજીક ગમખ્વાર અકસ્માત, 2 નાં મોત, 4 ઈજાગ્રસ્ત
  • જામનગરના નાઘેડી ગામ નજીક અકસ્માત
  • ટ્રક ચાલકે કારને અડફેટે લેતાં 2ના મોત
  • વરસીની વિધિમાં જઈ રહેલા પરિવારને અકસ્માત
  • અકસ્માતમાં 4 ઈજાગ્રસ્ત, 1 ની હાલત ગંભીર
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
  • જામનગરના નાઘેડી ગામ નજીક અકસ્માત

જામનગર ખંભાળિયા હાઈવે પર નાઘેડી ગામના પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટ્રક ચાલકે કારને ટક્કર મારતા ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા. તો 4 લોકો ઈજાગ્રસ્ત અને અન્ય 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે વરસીની વિધીમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.. જો કે ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

A 77 જામનગર નાઘેડી નજીક ગમખ્વાર અકસ્માત, 2 નાં મોત, 4 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો :યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

પ્રાથમિક મળી રહેલ માહિતી અનુસાર, જામનગરનો એક પરિવાર જામનગરથી વરસીની વિધિમાં આમરા ગામે બોલેરોમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે આ પરિવારને અકસ્માત નડ્યો છે, ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા સ્થળ પર 2 લોકોના મોત  થયા છે, જયારે 4 ઈજાગ્રસ્ત પૈકી 1 ની હાલત ગંભીર હોય તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પોલીસ સ્થળ પર પહોચી છે અને વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

આ પણ વાંચો :સાળાએ બનેવીને છરીના ઘા મારી ઉતારો મોતને ઘાટ, આવું છે કારણ

આ પણ વાંચો :ગોંડલ  જનસેવાકેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો દાખલ