કચ્છ/ પાલિકાની દબાણ હટાવોની ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિનો આરોપ

ભુજમાં છેલ્લા ઘણા સમયથી લારી, ગલ્લાં, કેબિનોનાં ઠેક ઠેકાણે અસંખ્ય દબાણો સર્જાઇ ગયા છે ત્યારે પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઇ છે પરંતુ પાલિકાના કર્મચારી દ્વારા દબાણ કરી મસમોટું ભાડું વસુલતા હોવાની ફરિયાદ કરાઇ છે.

Gujarat Others
દબાણ હટાવો

ભુજ શહેરમાં પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેસ ચાલી રહી છે.જે અંતર્ગત ગરીબોની ઝૂંપડપટ્ટી,લારી ગલ્લા અને કેબિનો પાસે દબાણ હટાવામાં આવી રહ્યા છે.જોકે લોકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકાના કર્મચારીઓ દબાણ કરીને મસમોટું ભાડું વસુલ કરે છે.સાથે જ પાલિકાના કર્મચારીઓએ બેંક નજીક દબાણ હટાવીને પોતાના પાકા બંધકામ કરી લીધા હોવાની પણ રજૂઆત ભુજ પાલિકામાં કરવામાં આવી છે.ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે પાલિકાના કર્મચારીઓ સામે કોઈ એક્શન લેવામાં આવે છે કે નહીં.

ભુજમાં છેલ્લા ઘણા સમયથી લારી, ગલ્લાં, કેબિનોનાં ઠેક ઠેકાણે અસંખ્ય દબાણો સર્જાઇ ગયા છે ત્યારે પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઇ છે પરંતુ પાલિકાના કર્મચારી દ્વારા દબાણ કરી મસમોટું ભાડું વસુલતા હોવાની ફરિયાદ કરાઇ છે.

ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના -મોટા દબાણોએ માઝા મૂકી છે. તેવામાં પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય તેમ ગરીબ લોકોનાં ઝૂંપડા, લારી, ગલ્લાં ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે, ત્યારે વગરદારોનાં કાચા-પાકા બાંધકામો તરફ નજર પણ કરવામાં આવતી નહીં હોવાને કારણે લોકોમાં ભારોભાર રોષ ઉઠવા પામ્યો છે.

તો બીજી તરફ ખુદ પાલિકાના કર્મચારી દ્વારા સ્ટેશન રોડ પર આવેલ બેંક પાસે દબાણ કરી પાકા બાંધકામ કરી લીધા હોવાની રજૂઆત ભુજ પાલિકામાં કરવામા આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે પાલિકા દ્વારા આ દબાણ હટાવવામાં આવશે કે શું ? તેમ સવાલ ખડા થયા છે.

આ પણ વાંચો:ભરશિયાળે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો

આ પણ વાંચો:વરરાજાને વારંવાર વધુના રૂમમાં જવું મોંઘુ પડ્યુઃ પિતાએ થપ્પડ મારતા લગ્ન તૂટી ગયા

આ પણ વાંચો:રાજસ્થાનના ભરતપુરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, આગ્રાથી ભરી હતી ઉડાન

આ પણ વાંચો:દિલ્હીમાં ફરી એકવાર કાંઝાવાલા જેવી ઘટના,કારે સ્કૂટી ચાલકેને 350 મીટર સુધી રોડ પર ઢસડ્યો,જુઓ વીડિયો

આ પણ વાંચો:”કર્તવ્ય પથ”, નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી