Rajkot/ ઉદય શિવાનંદ હોસ્પિટલ કેસ મામલે SITની બેઠક પૂરી, સાંજે FSL રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે : એ.કે.રાકેશ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી અને પાંચ દર્દીઓ આગમાં ભુંજાઇને મોતને ભેટયા હતા. જે અંગેની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમને કાર્યવાહી સોંપવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot
a 250 ઉદય શિવાનંદ હોસ્પિટલ કેસ મામલે SITની બેઠક પૂરી, સાંજે FSL રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે : એ.કે.રાકેશ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી અને પાંચ દર્દીઓ આગમાં ભુંજાઇને મોતને ભેટયા હતા. જે અંગેની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમને કાર્યવાહી સોંપવામાં આવી હતી. આજે SITના અધિકારીઓની અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ સાથે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં FSLનો રિપોર્ટ આવી જશે. તેમજ રાજકોટની અન્ય કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં પણ ચેકિંગનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફના નિવેદન લેવામાં આવી રહ્યા છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક વાયરીંગ યોગ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કરી સખ્ત કાર્યવાહી

એકે રાકેશે જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં આગ ન લાગે તે માટે વિશેષ કાળજીની જરૂરિયાત રહે છે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને પણ વધારે ચોકસાઈ પૂર્વક ટ્રેનીંગની જરૂરિયાત જણાઈ રહી છે. આ માટે એક વખત ટ્રેનિંગ આપ્યા બાદ દર બે-ત્રણ મહિને તે લોકોને ફોલોઅપ આપવામાં આવે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલની અંદર ઇલેક્ટ્રિસિટીને લગતા કનેક્શન, લોડ અને સેફ્ટી સહિતના સાધનો માટે આરોગ્ય વિભાગની મંજૂરી તેમજ ત્યારબાદ તેનો અમલ ચોકસાઈથી કરવામાં આવશે.

આ પણ વાંચો : અરવલ્લીના માલપુરના રાસાપુર ગામે સર્જાયો અકસ્માત, બે યુવાનોનાં મોત

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ની અંદર કોઈ પણ જગ્યા પર બ્લાસ્ટ થયો હોવાના પુરાવા પ્રાપ્ત થયા નથી. બનાવ અંગેનું સાચું કારણ સાંજે રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજના કારણે આગ લાગવાની શક્યતા હોય છે આ માટે નિયમોનું પાલન યથા યોગ્ય રીતે થાય તે જરૂરી છે. જેના પગલે રાજકોટની અન્ય હોસ્પિટલોમાં પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉદય શિવાનંદ હોસ્પિટલ કેસમા ચોક્કસ તારણ પર આવ્યા બાદ નોટિસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : કોરોના કાળમાં વધુ એક નેતા ભૂલ્યા ભાન, મંત્રી જયેશ રાદડિયા માસ્ક વગર ઘૂમ્યા ગરબે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…