Video/ સંસદીય ક્ષેત્ર મથુરા પહોંચ્યા અભિનેત્રી હેમા માલિની, શ્રી કૃષ્ણની ભક્તિમાં ગાયા ભજન

અભિનેત્રી હેમા માલિની ગયા શનિવારે વૃંદાવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાધારમણ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી અને બાદમાં માથું નમાવીને ભગવાનના આશીર્વાદ લીધા અને પ્રસાદ લીધો.

Top Stories India
હેમા માલિની

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અને બીજેપી સાંસદ (BJP MP) હેમા માલિની (Hema Malini) હાલમાં જ પોતાના સંસદીય ક્ષેત્ર મથુરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વૃંદાવનના રાધારમણ મંદિરમાં ભજન ગાયા હતા. અભિનેત્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ  ભગવાન કૃષ્ણની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. નોંધનીય છે કે ઘણીવાર અભિનેત્રી તેમના કામમાંથી સમય કાઢે છે અને ભગવાનની ભક્તિમાં પણ જોવા મળે છે.

અભિનેત્રી કૃષ્ણ ભક્ત છે. એએનઆઈએ તેના ટ્વિટર હેન્ડલથી તેમનો આ ભક્તિનો વીડિયો પણ શેર કર્યો છે. જણાવી દઈએ કે અભિનેત્રી હેમા માલિની ગયા શનિવારે વૃંદાવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાધારમણ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી અને બાદમાં માથું નમાવીને ભગવાનના આશીર્વાદ લીધા અને પ્રસાદ લીધો. જે બાદ હેમા માલિનીએ શિક્ષાષ્ટકમ સ્તોત્ર ગાયું હતું. અભિનેત્રીએ પહેલા ભજન ‘ના રાધા ના મીરા હૂં, મેં તો કૃષ્ણ દીવાની હૂં’ ગાયું હતું.

જે બાદ તેમણે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે પણ ગુંજન કર્યું હતું. તે દરમિયાન ત્યાં હાજર ભક્તો પણ ભજન સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેઓએ તાળીઓ પાડતી વખતે રાધા કૃષ્ણના મંત્રોચ્ચાર કર્યા. હવે તેમના ફેન્સ આ વીડિયોને ખૂબ જ ઝડપથી પસંદ કરી રહ્યા છે અને તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો:પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન NCP સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી

આ પણ વાંચો:તમિલનાડુમાં પરંપરાગત રમત જલ્લીકટ્ટુ શરૂ થઇ, 19 લોકો થયા ઘાયલ

આ પણ વાંચો: BSPના સુપ્રીમો માયાવતીએ વિધાનસભા ચૂંટણીને લઇને કર્યું આ મોટું એલાન