Bollywood/ માલવી મલ્હોત્રા પર તેના જ દોસ્તે કર્યો જીવલેણ હુમલો, પછી થયું આવું…

ફિલ્મ ‘હોટલ મિલન’ ની અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ગઈરાત્રે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ગંભીર હાલતમાં મુંબઇની ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

Entertainment
aa 17 માલવી મલ્હોત્રા પર તેના જ દોસ્તે કર્યો જીવલેણ હુમલો, પછી થયું આવું...

ફિલ્મ ‘હોટલ મિલન’ ની અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ગઈરાત્રે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ગંભીર હાલતમાં મુંબઇની ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈરાત્રે માલવી ઉપર એક જૂના મિત્રએ છરી વડે હુમલો કર્યો હતો. તેણે અભિનેત્રી પર ત્રણ વખત હુમલો કર્યો હતો.

Instagram will load in the frontend.

વર્સોવા પોલીસના જણાવ્યા અનુસાર નિર્માતા હોવાનો દાવો કરનાર યોગેશ નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો. અભિનેત્રી હાલમાં જોખમની બહાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો એક તરફી પ્રેમનો છે.

આ પણ વાંચો : happy birthday / રવિના ટંડનના જન્મદિવસ પર ચાહકોને મળી આ ખાસ ભેટ, KGF-2 થી તેનો લુક આવ્યો સામે

માલવી મલ્હોત્રા ટીવી શો ‘ઉડાન’માં જોવા મળી ચુકી છે. આ સિવાય ટીવી સોપ્સ અને ફિલ્મોમાં જોવા મળી છે. તે તેલુગુ ફિલ્મ ‘કુમારી 21 એફ’, તમિલ ફિલ્મ ‘નાદીક્કુ એન્ડી’ માં પણ જોવા મળી છે.

Instagram will load in the frontend.

આ મામલે મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસને ઘટના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાંથી કેટલાક મહત્વના કડીઓ મળી આવ્યા છે.

આ પણ વાંચો :Photos / નેહા કક્કરે રોકા સેરેમનીથી લઈને તેના લગ્નમાં પહેર્યા આ સુંદર આઉટફિટ

અભિનેત્રીની ફરિયાદ મુજબ તેણે આરોપી યોગેશ મહિપાલની ફેસબુક પર મિત્રતા કરી હતી. જે પછી તે કેસના સિલેસિલામાં તેને એકવાર મળી હતી. સોમવારે રાત્રે જ્યારે તેણી ઘરની બહાર આવી ત્યારે યોગેશ કાર સાથે બહાર ઉભો હતો. તેણે મને વચ્ચે જ અટકાવી દીધી. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો તેણે છરી વડે મારા પર હુમલો કર્યો હતો. આ પછી તે ત્યાંથી ભાગી ગયો હતો.