કોરોના સંક્રમણ/ અભિનેત્રી પૂજા બેદી થઈ કોરોના સંક્રમિત, વીડિયો શેર કરી કહ્યું- રસી ના લગાવવા પાછળનું કારણ

પૂજાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, કોરોનાથી જલ્દીથી ઠીક થવા માટે હેલ્થી વસ્તુનું સેવન કરી રહી છે. તે શેરડીનો રસ, ઉકાળો, તાજા ફ્રૂટ, મીઠુંના પાણીના કોગળા અને સ્ટીમ લઇ રહી છે.

Top Stories Entertainment
પૂજા બેદી

બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીને કોવિડ થયો છે, તેના મંગેતર પણ કોવિડથી પ્રભાવિત થયા છે. આપને જણાવી દઈએ કે, પૂજા બેદીને કોરોના માટે કોઈ રસી લીધી નથી અને ન તો તે આગળ કોરોનાની રસી લેશે. પૂજા બેદી એ તેના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો :ભાવનગરમાં નર્સે સુસાઇડ નોટમાં લવ યુ મમ્મી-પાપા લખી કર્યો આપઘાત

આ વીડિયો શેર કરતી વખતે પૂજા બેદી એ લખ્યું કોવિડ પોઝિટિવ. આખરે હું આ વાયરસથી ઝપેટે આવી જ ગઈ. મેં રસી ન લેવાનું નક્કી કર્યું કારણ કે તે મારો અંગત નિર્ણય છે કે હું મારી નેચરલ ઇમ્યુનીટી અને વૈકલ્પિક ઉપચારથી ખુદને ઠીક થવા માટે મંજૂરી આપવા માંગુ છું. તમને જે યોગ્ય લાગે તે તમે કરો. સાવચેત રહો, ગભરાશો નહીં.

પૂજાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, કોરોનાથી જલ્દીથી ઠીક થવા માટે હેલ્થી વસ્તુનું સેવન કરી રહી છે. તે શેરડીનો રસ, ઉકાળો, તાજા ફ્રૂટ, મીઠુંના પાણીના કોગળા અને સ્ટીમ લઇ રહી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત

ઘણા સેલેબ્સે પૂજા બેદીની પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. એક ફેન્સે લખ્યું કે, જલ્દી સ્વસ્થ થાઓ, જ્યારે બીજા ફેન્સે લખ્યું કે,  તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. નફીઝા અલીએ કમેન્ટ કરતા કહ્યું કે, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે હું તને પ્રેમ કરું છું, તને ઘણાં આશીર્વાદ અને હિંમત મળે. એક સપ્તાહ પછી તમે ટેસ્ટ કરાવજો.

આ પણ વાંચો :  દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ

આ પણ વાંચો : સુરેન્દ્રનગર ના પાટડી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનમાં ૨૦૩ ના મજુર મહેકમ સામે ૧૨૩ જગ્યાઓ ખાલી..

આ પણ વાંચો :28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ