Adani-RBI/ રિઝર્વ બેન્કે લીધી બેન્કોની ઉલટ તપાસઃ બોલો અદાણીને કેટલી લોન આપી

અદાણી અને હિન્ડનબર્ગ વચ્ચેનો વિવાદ શમવાનું નામ લેતો નથી ત્યાં હવે ભારતીય રિઝર્વ બેન્ક પણ મેદાનમાં ઉતરી છે. રિઝર્વ બેન્કે અદાણીને લોન આપનારી બેન્કોની રીતસરની ઉલટ તપાસ લેવા માંડી છે અને તેને આપેલી લોનની વિગતો માંગવા માંડી છે.

Top Stories India
Adani-RBI
  • અદાણી જૂથને પીએનબી બેન્કનું સાત હજાર કરોડનું ધિરાણ
  • અદાણી જૂથને પીએસયુ બેન્કોનું કુલ 80 હજાર કરોડનું ધિરાણ
  • ઓસ્ટ્રેલિયન બેન્કરોએ અદાણીના બોન્ડ સ્વીકારવાના બંધ કર્યા
  • ક્રેડિટ સ્યુઇસે અદાણીના બોન્ડ લેવાના બંધ કર્યાના અહેવાલ
  • રિઝર્વ બેન્ક પછી સેબી પણ ગમે ત્યારે તપાસ શરૂ કરે તેવી સંભાવના

Adani-RBI અદાણી અને હિન્ડનબર્ગ વચ્ચેનો વિવાદ શમવાનું નામ લેતો નથી ત્યાં હવે ભારતીય રિઝર્વ બેન્ક પણ મેદાનમાં ઉતરી છે. રિઝર્વ બેન્કે અદાણીને લોન આપનારી બેન્કોની રીતસરની ઉલટ તપાસ લેવા માંડી છે અને તેને આપેલી લોનની વિગતો માંગવા માંડી છે. અદાણી જૂથને ભારતીય બેન્કોએ કુલ 80 હજાર કરોડ રૂપિયાનું ધિરાણ કર્યુ હોવાનું મનાય છે. જ્યારે ગ્રુપનુ કુલ દેવુ બે લાખ કરોડ છે.  Adani-RBI તેમા પીએનબીએ કુલ ધિરાણ સાત હજાર કરોડનું ધિરાણ કર્યુ કહેવાય છે. જો કે ગ્રુપના કુલ ઋણબોજમાં ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો છેલ્લા ત્રણ વર્ષથી વધ્યો ન હોવાનું સીએલએસએ હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે જણાવ્યું હતું. હિન્ડનબર્ગે અદાણી જૂથ સામે એકાઉન્ટમાં ઘાલમેલ અને શેરના ભાવમાં ગેરરીતિ હોવાનું કહેવાના પગલે હવે રિઝર્વ બેન્કના પગલે સેબી પણ ગમે ત્યારે અદાણી સામે તપાસ શરૂ કરે તેમ માનવામાં આવે છે.

આમ છતાં Adani-RBI પીએનબી અને એસબીઆઇ બંનેએ જણાવ્યું હતું કે અદાણીના  શેરના ભાવમાં Adani-RBI નોંધપાત્ર ઘટાડા છતાં પણ તેમના તેમના ધિરાણ અંગે કોઈ ચિંતા નથી. તેમનું ધિરાણ સલામત છે. સીએલએસએએ જણાવ્યું હતું કે અદાણી જૂથમાં ખાનગી બેન્કોની ઋણહિસ્સેદારી તેના કુલ દેવાના દસ ટકાથી પણ ઓછી છે. તેઓએ અદાણીને આ ઋણ તેની સતત રોકડ સર્જન કરતી કે રોકડનો અવિરત પ્રવાહ ધરાવતી મિલકતોના આધારે આપ્યું છે. આ ઉપરાંત સંસદમાં પણ અદાણી પર હિંડનબર્ગના રિપોર્ટના આધારે તપાસ કરાવવા માટે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) રચવાની માંગ કરવામાં આવી છે. આ સિવાય તેવા અહેવાલ પણ છે કે ઓસ્ટ્રેલિયા બેન્કરોએ અદાણીના બોન્ડ લેવાનું બંધ કરી દીધું છે. તેની સાથે ક્રેડિટ સ્યુઇસે પણ અદાણીના બોન્ડ લેવાનું બંધ કર્યુ હોવાના અહેવાલ છે, પરંતુ હજી તેને સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. તેના પગલે ગુરુવારે પણ અદાણીના શેરોમાં કડાકો બોલ્યો હતો અને લગભગ મોટાભાગના શેરમાં લોઅર સર્કિટ લાગી હતી.

અમેરિકાની એક શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટે અદાણી જૂથમાં એવી તબાહી Adani-RBI મચાવી દીધી છે કે તેના લીધે અદાણી જૂથના બધા શેરોમાં લોઅર સર્કિટ લાગતી થઈ ગઈ છે અને અદાણી તેમની કુલ એસેટમાંથી 100 અબજ ડોલર એટલે કે 8.2 લાખ કરોડ રૂપિયાની રકમ ગુમાવી ચૂક્યા છે. તેના પગલે અદાણી જૂથનું માર્કેટ વેલ્યુ 19 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 11 લાખ કરોડ રૂપિયા જેવું થઈ ગયું છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે અદાણી જૂથ તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો પ્રતિ શેર 2,700 રૂપિયાના ભાવનો આઇપીઓ લાવ્યું હતું તે શેર આઇપીઓના ભાવથી લગભગ અડધો થઈ 1,528નું તળિયું બનાવી 1,618 રૂપિયા ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા 2012માં અનિલ અંબાણીના એડીએજી જૂથ સામે કેનેડાની રિસર્ચ કંપની વેરિટાસે લાલબત્તી ધરી હતી ત્યારે તેની સામે માછલા ધોવાયા હતા. તે સમયે અનિલ અંબાણીની ગ્રુપ કંપનીઓનું મૂલ્ય 40થી 41 અબજ ડોલરની આસપાસ હતુ. પણ આજે દાયકા પછી અંબાણી સામે લાલબત્તી ધરનારી કંપની સાચી પડી છે.

Murder Accused Arrested/ સુરત પોલીસે દસ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીની કરી ધરપકડ

Trainkand Accused/ સુરતમાં ટ્રેન ઉથલાવવાનો આરોપી ઓરિસ્સામાંથી પકડાયો

Adani-JPC Demand/ અદાણીના મુદ્દે સંસદમાં વિપક્ષનો જોરદાર હંગામો, જેપીસી રચવાની માંગ