Loksabha Election 2024/ મતદાનની ટકાવારી 48 કલાકમાં જાહેર કરવા સુપ્રિમમાં અરજી, ADRએ કરી પિટિશન

સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે 17 મેનાં રોજ લિસ્ટ કરવામાં આવશે. અદાલતે ચૂંટણી પંચને આદેશ આપતા કહ્યું કે, તમામ………………….

Top Stories India
Image 2024 05 14T092131.462 મતદાનની ટકાવારી 48 કલાકમાં જાહેર કરવા સુપ્રિમમાં અરજી, ADRએ કરી પિટિશન

New Delhi News: સુપ્રિમ કોર્ટે સોમવારે એડીઆરની અરજી પર 17 મેના રોજ સુનાવણી કરશે. અરજીમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાનના 48 કલાકની અંદર તેની વેબસાઇટ પર વોટિંગ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.

સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે 17 મેનાં રોજ લિસ્ટ કરવામાં આવશે. અદાલતે ચૂંટણી પંચને આદેશ આપતા કહ્યું કે, તમામ મતદાન કેન્દ્રો પર ફોર્મ 17-સી પાર્ટ-1ની સ્કેન કરવામાં આવેલી કોપી મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર વેબસાઈટ પર મૂકવામાં આવે. વકીલ પ્રશાંત ભૂષણ, NGO એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તરફથી હાજર થઈને, અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની માંગ કરી હતી.

ગયા અઠવાડિયે, NGOએ તેની 2019 PILમાં વચગાળાની અરજી દાખલ કરી હતી. તેણે મતદાન પછી તરત જ તમામ મતદાન મથકો પર “ફોર્મ 17 C ભાગ-1 (રેકોર્ડેડ વોટ) ની સ્કેન કરેલી સુવાચ્ય નકલો” અપલોડ કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ માંગ્યો હતો.

NGOએ કહ્યું કે ચૂંટણી પંચને 2024ની લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન પછી મતોની સંખ્યાનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો નિર્દેશ આપવો જોઈએ. ચૂંટણીની અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયાને અસર ન થાય તે માટે અરજી દાખલ કરવામાં આવી છે. ADRએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનના 11 દિવસ પછી અને બીજા તબક્કાના મતદાનના 4 દિવસ પછી આંકડા જાહેર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સી.એમ. સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: શેરબજાર પર ગૃહમંત્રી અમિતશાહે આપ્યું મોટું નિવેદન ‘4 જૂન પછી સુસ્ત બજારમાં જોવા મળશે સારી તેજી’

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું