અછત/ અફઘાનિસ્તાનમાં આવશ્યક દવાઓની તીવ્ર અછત,તબીબી સાધનો ભરેલી ટ્રક સરહદ પર પ્રવેશ મળી રહ્યો નથી

અફઘાનિસ્તાનના ફાર્મસી યુનિયનના માલિકોનું કહેવું છે કે કોઇ અજાણ્ય કારણોસર સરહદની નજીક આવશ્યક તબીબી સામાન લઈ જતી 50 થી વધુ ટ્રકોને રોકી દેવામાં આવી છે

Top Stories World
dava અફઘાનિસ્તાનમાં આવશ્યક દવાઓની તીવ્ર અછત,તબીબી સાધનો ભરેલી ટ્રક સરહદ પર પ્રવેશ મળી રહ્યો નથી

અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે દેશમાં આવશ્યક દવાઓની અછત છે. અફઘાનિસ્તાનના ફાર્મસી યુનિયનના માલિકોનું કહેવું છે કે કોઇ અજાણ્ય કારણોસર સરહદની નજીક આવશ્યક તબીબી સામાન લઈ જતી 50 થી વધુ ટ્રકોને રોકી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બોર્ડર પર પાર્ક કરેલી ટ્રકોના પ્રવેશ ન થવાને કારણે અહીં મેડિકલ સપ્લાયની સમસ્યા ઉભી થઈ છે અને આવનારા દિવસોમાં તે વધુ  ઘેરી બની શકે છે.

‘ટોલો ન્યૂઝ’એ એક અહેવાલમાં કહ્યું છે કે ફાર્મસી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો આ ટ્રકોને દેશમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તો આગામી મહિના સુધીમાં દેશમાં ગંભીર તબીબી સમસ્યા સર્જાઈ શકે છે. યુનિયનના સભ્ય અઝીઝુલ્લા શફીકે કહ્યું, “મેડિકલ ફેક્ટરીઓ દવાઓની અછતનો સામનો કરી રહી છે અને આવશ્યક દવાઓનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો અફઘાનિસ્તાનમાં આ સમસ્યા ગંભીર બની શકે છે.

અફઘાનિસ્તાન વિદેશમાંથી વધુને વધુ તબીબી પુરવઠો મેળવે છે, જે દેશની તબીબી વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. કાબુલના રહેવાસી શાહરુખુલ્લાહે કહ્યું, ‘ડોક્ટરે મને એક પ્રિસ્ક્રિપ્શન આપ્યું. હું ત્રણ દિવસથી દવા શોધી રહ્યો છું પણ મળી નથી. આવશ્યક દવાઓ ઉપલબ્ધ નથી.

મેડિસન ફેક્ટરીના માલિકોનું કહેવું છે કે આવશ્યક ચીજવસ્તુઓની ગેરહાજરીને કારણે કેટલીક ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ થઈ ગયું છે. મેડિકલ ફેક્ટરીઝના મુખ્ય નિરીક્ષક અબ્દુલ કરીબ કોશ્તીએ જણાવ્યું હતું કે, “ફ્લાઇટ્સ હાલમાં સ્થગિત છે અને કસ્ટમ વિભાગે મેડિકલ પ્રોડક્ટ્સથી ભરેલી ઘણી ટ્રકોને રોકી છે. ઘણી ફેક્ટરીઓ પાસે દવાઓ બનાવવા માટે જરૂરી સામગ્રી નથી, જેના કારણે દવાઓના ઉત્પાદન પર અસર પડી છે. ફાર્મસી માલિકોનું કહેવું છે કે દેશમાં ટ્રકો ન આવવાને કારણે તેમનો વ્યવસાય પણ પ્રભાવિત થયો છે.