શ્રદ્વા હત્યાકેસ/ દેશમાં બહુચર્ચિત શ્રદ્વા હત્યા કેસના આરોપી આફતાબનું ગુજરાત કનેકશ સામે આવ્યું,જાણો

દેશમાં બહુચર્ચિત શ્રદ્વા હત્યા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ શ્રદ્વા હત્યાકેસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે.

Top Stories Gujarat India
શ્રદ્વા હત્યા
  • શ્રદ્ધા હત્યાકેસમાં ગુજરાત કનેકશન
  • સુરતમાં ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમિનની સંડોવણી
  • આરોપી આફતાબને ફૈઝલ પહોંચાડતો હતો ડ્રગ્સ: સુત્ર
  • અગાઉ ડ્રગ્સ પેડલરની કરાઇ હતી અટકાયત
  • આ મુદ્દે સઘન તપાસ હાથ ધરાશે

દેશમાં બહુચર્ચિત શ્રદ્વા હત્યા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ શ્રદ્વા હત્યાકેસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્વા હત્યાકેસનો આરોપી આફતાબને સુરત કનેકશન સામે આવ્યું છે. સુરતમાં ડ્રગ્સ પેડલર ફૈઝલ માેમીનની સંડોવણી સામે આવી છે. સુરતનો આ ડ્રગ્સ પેડલર આફતાબને ડ્રગ્સ પદોચાડતો હતો. આ વાત સામે આવતા પોલીસ આ અંગે વધુ સઘન તપાસ હાલ કરી રહી છે. ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીનની થોડા દિવસ પહેલા જ અટકાયત કરવમાં આવી  હતી. આ મામલે વધુ સઘન તપાસ પોલીસે હાથ ધરી છે. ફૈઝલના કોલ રેકોર્ડ પણ તપાસવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ પેડલર  ફૈઝલની મુંબઇથી ક્રાઇમ બ્રાન્ચે 4 કરોડના ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી અને હાલ તે સુરતની લાજપોર જેલમાં બંધ છે. આફતાબને ડ્રગ્સ પહોટાડવાની વાત સામે આવવાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે તમામ બાબતે સઘન તપાસ પોલીસ કરશે. આજે ફરીએકવાર  શ્રદ્વા હત્યાના આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે,ગઇકાલે પણ તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ નમાર્કો ટેસ્ટથી ઘણી બધી બાબાતો સામે આવી છે. આફતાબે જજ સામે ગુનો કબુલ્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022/મહેસાણામાં આજરોજ ભાજપનો પ્રચંડ પ્રચાર, મહેસાણાની 7 બેઠકો માટે સ્ટાર પ્રચારકો