Not Set/ અક્ષય કુમાર બાદ ગોવિંદાને પણ થયો કોરોના, થયા હોમ ક્વોરન્ટાઈન

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં અનેક બોલિવૂડ અને ટીવી સેલેબ્સ આવી ચૂક્યા છે.

Top Stories Entertainment
A 56 અક્ષય કુમાર બાદ ગોવિંદાને પણ થયો કોરોના, થયા હોમ ક્વોરન્ટાઈન

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં અનેક બોલિવૂડ અને ટીવી સેલેબ્સ આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.  ગોવિંદાને કોરોનાન સામાન્ય લક્ષણો છે.  આ પહેલા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો :TV કલાકાર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાંથી મોટી માત્રામાં મળ્યો ડ્રગ્સ, NCB ની કાર્યવાહી

અભિનેતા ગોવિંદા હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં છે. અભિનેતાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, પોતે કોરોના વાયરસથી બચાવવા માટે સાવચેતી રાખ્યા પછી પણ મને આ વાયરસનો ચેપ લાગ્યો છે. ઘરના બાકીના સભ્યોની પરીક્ષણ કરવામાં આવ્યા પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પત્ની સુનિતા થોડા સમય પહેલા કોરોના ચેપથી સ્વસ્થ થઈ છે.

Govidna_

ગોવિંદાએ વધુમાં કહ્યું કે, ‘હાલમાં હું હોમ ક્વોરન્ટાઈનમાં છું અને તમામ નિયમોનું પાલન કરું છું. હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે સંભાળ લે અને પોતાની સંભાળ રાખો.

Govinda breaks silence on Nepotism in Bollywood | NewsTrack English 1

આ પણ વાંચો :રામ કપૂરે કોરોના રસી લેતા પહેલા કરી બાળકો જેવી હરકત, ઈન્જેક્શન લાગવાતાની સાથે જ કર્યું આવું…

ગોવિંદા પહેલા રવિવારે સવારે  અક્ષય કુમાર કોરોનાને થયો છે. આ અંગે સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતે માહિતી આપી હતી. અક્ષય કુમારે ટ્વીટ કર્યું- ‘હું તમને બધાને કહેવા માંગુ છું કે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હું બધા નિયમોનું પાલન કરું છું અને હોમ ક્વોરન્ટાઈનમાં છું. ભૂતકાળમાં, જે લોકો મારા સંપર્ક પર આવ્યા છે તેઓ બધાને તેમનો ટેસ્ટ કરાવવા વિનંતી. જલ્દી પાછા આવીશું. ‘

આ પણ વાંચો :રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો, જ્યારે પહેલા પીરિયડ દરમિયાન બ્લડ જોઇને થઇ ગઇ હતી આવી હાલત..

આ પહેલા રણબીર કપૂર, આમિર ખાન, સતિશ કૌશિક,. સંજય ભણશાલી, અમિતાભ બચ્ચન. કાર્તિક આર્યન સહિતના કેટલાક સેબેલ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે.