in Russia/ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ પુતિનના શબ્દોએ નાટા જૂથમાં મચાવ્યો ખળભળાટ

વ્લાદિમીર પુતિને 7 મેના રોજ સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

Top Stories World
Beginners guide to 2024 05 10T111907.267 રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ પુતિનના શબ્દોએ નાટા જૂથમાં મચાવ્યો ખળભળાટ

વ્લાદિમીર પુતિને 7 મેના રોજ સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જે પછી, 9 મેના રોજ, રેડ સ્ક્વેર પર રશિયાના વિજય દિવસના અવસર પર હજારો સૈનિકોની સામે, પુતિને યુક્રેનમાં લડી રહેલી તેમની સેનાની પ્રશંસા કરી અને પશ્ચિમી શક્તિઓ પર વિશ્વભરમાં સંઘર્ષ ભડકાવવાનો આરોપ લગાવ્યો. બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર તેની જીતની યાદમાં રશિયાનો વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામેની વર્તમાન લડાઈને “નાઝીવાદ” સામેની લડાઈ તરીકે વારંવાર વ્યાખ્યાયિત કરી હતી. પુતિને એમ પણ કહ્યું કે અમારું ન્યુક્લિયર ફોર્સ ‘હંમેશા એલર્ટ’ છે. સતત પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા રશિયા તરફથી આવી રહેલા આ નિવેદને હલચલ મચાવી દીધી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ફોન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને આપ્યો.

પુતિન: પુતિને કહ્યું, “રશિયા વૈશ્વિક સંઘર્ષને રોકવા માટે બધું જ કરશે, પરંતુ તે જ સમયે અમે કોઈને પણ અમને ધમકી આપવાની મંજૂરી આપીશું નહીં. અમારી વ્યૂહાત્મક દળો હંમેશા સતર્ક રહે છે.” તેમણે વધુમાં કહ્યું, “રશિયા હાલમાં મુશ્કેલ, મહત્વપૂર્ણ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને રશિયાનું ભવિષ્ય આપણા દરેક પર નિર્ભર છે. પુતિને પોતાના સંબોધન દરમિયાન પરમાણુ ઉર્જાનો ઉલ્લેખ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, હાલમાં જ પુતિન અમેરિકા સાથે હથિયાર ઘટાડવાના કરાર પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિમાંથી બહાર નીકળી ગયા છે.

પુતિને આપ્યો  આદેશ
આ અઠવાડિયાની શરૂઆતમાં, સત્તા સંભાળ્યા પછી, પુટિને ફરીથી રશિયન સેના અને નૌકાદળ તેમજ યુક્રેનની નજીક સ્થિત સૈનિકોને સંડોવતા પરમાણુ કવાયતનો આદેશ આપ્યો. જેના કારણે ડર હતો કે પુતિન યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પુતિને પોતાની સેનાના હથિયારોને આધુનિક બનાવવાની વાત પણ કરી હતી. “આધુનિક લશ્કરી તકનીક ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે, જો આપણે સફળ થવું હોય તો આપણે હંમેશા એક પગલું આગળ રહેવું પડશે,” તેમણે સેના કમાન્ડરો સાથેની બેઠકમાં કહ્યું.

વિજય દિવસના અવસરે, પુતિને યુક્રેન સામેની વર્તમાન લડાઈને “નાઝીવાદ” સામેની લડાઈ તરીકે વારંવાર વ્યાખ્યાયિત કરી. “અમે નિયો-નાઝીઓ દ્વારા ગોળીબાર અને આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને અમારું માન આપીએ છીએ,” તેમણે કહ્યું.

યુક્રેન સાઉદી ક્રાઉન પ્રિન્સ
રશિયન પ્રમુખ પુતિનની ધમકીઓથી ગભરાટ ફેલાયો હતો. જે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગુરુવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ફોન કર્યો હતો. કોલ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનિયન-રશિયન કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. તેઓએ સાઉદી અને યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા, જયશંકર સાથે કરી મુલાકાત

આ પણ વાંચો:Dushyant Chautala કોંગ્રેસ સાથે તેમનું ભવિષ્ય કેમ જુએ છે?

આ પણ વાંચો: NCRના ગેસ્ટ હાઉસમાં અચાનક પાડવામાં આવ્યા દરોડા,છોકરા-છોકરીઓની કરાઈ  ધરપકડ