Karnataka Assembly Election Results 2023/ કર્ણાટકમાં કોંગ્રેસની જંગી જીત બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે નફરતને પ્રેમથી હરાવી’, જાણો બીજું શું કહ્યું

રાહુલે કહ્યું, ‘સૌ પ્રથમ હું કર્ણાટકના અમારા કાર્યકર્તાઓને, અમારા નેતાઓને અભિનંદન આપું છું. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે.

Top Stories India
રાહુલ ગાંધીએ

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું કર્ણાટકની જનતાને જીત માટે અભિનંદન આપું છું. રાહુલે કહ્યું કે અમે પ્રેમથી નફરતને હરાવી. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ, પ્રેમની દુકાન ખુલી. અમે કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા, અમે પ્રથમ કેબિનેટમાં પહેલા દિવસે આ વચનો પૂરા કરીશુ.

રાહુલે કહ્યું, ‘સૌ પ્રથમ હું કર્ણાટકના અમારા કાર્યકર્તાઓને, અમારા નેતાઓને અભિનંદન આપું છું. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે આ યુદ્ધ પ્રેમથી લડ્યા. કર્ણાટક બતાવ્યું છે કે આ દેશ પ્રેમને ચાહે છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શું કહ્યું?

રાહુલ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ એક થઈને લડી છે. જ્યારે તેમની તબિયત સારી ન હતી ત્યારે પણ સોનિયાએ પ્રચાર કર્યો હતો. જીતનો શ્રેય સોનિયા, રાહુલ અને પ્રિયંકાને જાય છે.

ખડગેએ કહ્યું, ‘કોંગ્રેસની જીત જનતાની જીત છે. લોકોએ ભ્રષ્ટ સરકારને હરાવી છે. આપણે આગળ ઘણું કરવાનું છે. અમારે અમારા વચનો પૂરા કરવાના છે, અમે અમારી 5 ગેરંટી પૂરી કરીશું.

ખડગેએ કહ્યું, “આગામી દિવસોમાં પણ, જ્યાં પણ રાજ્યની ચૂંટણીઓ યોજાશે, અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવાનો પૂરો પ્રયાસ કરીશું. અહીં (કર્ણાટક) ધારાસભ્યોની બેઠક થશે, બધા દ્વારા (મુખ્યમંત્રીના નામ પર) જે સર્વસંમતિ થઈ છે તે હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.

આ પણ વાંચો:રોડ ક્રોસ કરતી મહિલાઓને ઇકો ગાડીએ રીતસર હવામાં ફંગોળી, જુઓ CCTV

આ પણ વાંચો:સુરતમાં દુષ્કર્મ પીડિતાને અમાનુષિત ત્રાસ આપવા મામલે બે મહિલાની ધરપકડ

આ પણ વાંચો:કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું હવે નવું ઠેકાણું હશે સાબરમતી જેલ

આ પણ વાંચો:રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાથી વધુ એક કિશોરીને વિદેશના દંપતીએ દત્તક લીધી

આ પણ વાંચો:પેપરલેસ પરીક્ષા લેતી ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી