Not Set/ ભરૂચની કોવિડ હોસ્પિટલ બાદ કેમિકલ કંપનીમાં પણ લાગી ભીષણ આગ

ગુજરાતમાં માં એક તરફ કોરોનાના કેસમાં વધો થઇ રહ્યો છે. તો બીજી બાજુ સતત આગની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ફરીવાર આગની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Others
A ભરૂચની કોવિડ હોસ્પિટલ બાદ કેમિકલ કંપનીમાં પણ લાગી ભીષણ આગ

ગુજરાતમાં માં એક તરફ કોરોનાના કેસમાં વધો થઇ રહ્યો છે. તો બીજી બાજુ સતત આગની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ફરીવાર આગની ઘટના સામે આવી છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 18ના મૃત્યુ નિપજ્યા છે. તો બીજી બાજુ ભરૂચમાં જ આવેલી  શ્રીજી કેમિકલ કંપનીમાં પણ ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, ભરૂચના પાનોલી ઔદ્યોગિક વસાહતની કંપનીમાં આગ ઘટના બની છે. આગ લાગવાનું જાણવા મળતા 6થી વધુ ફાયરની ટીમ ઘટના સથે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

આગ લગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે ધુમાડાનાં ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે. આ ભીષણ આગમાં હજી સુધી કોઇ જાનહાનિનાં સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો :રાજકોટમાં કાયદાનું ભાન ભૂલ્યા ડોક્ટર,પુત્રના ભવ્ય લગ્નસમારંભનું કર્યું આયોજન, પોલીસ કાર્યવાહી

આપને જણાવી દઈએ કે, મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં વેંટીલેટર, બેડ, ICU તમામ મેડિકલના સાધનો બળીને ખાખ થઈ ગયા. આગમાં દર્દીઓ જીવતા ભૂંજાય ગયા હતા. મોડી રાતે લાગેલી આગના સમાચાર મળતા આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પણ હોસ્પિટલના કાચ તોડીને 20થી વધુ દર્દીઓના જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો :ડીસામાં વધુ 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

ભીષણ આગ લાગતા પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ અને જંબુસર અલ મહેમુદ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો : રેસીડેન્ટ તબીબો માટે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Untitled 47 ભરૂચની કોવિડ હોસ્પિટલ બાદ કેમિકલ કંપનીમાં પણ લાગી ભીષણ આગ