કોરોનાવાયરસ સંક્રમણ સમગ્ર દેશ માટે પડકાર ધન્ય બન્યું છે. એવામાં દેશમાં જારી કોરોના વાયરસની લહેરને કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. કોરોનાના દરરોજ 3.5 લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે તો હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. પરંતુ વધુ એક ખતરો જે સંક્રમણની બીજી લહેરમાં જોવા મળી રહ્યો છે તે બાળકોનું સંક્રમિત થવું . કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ સંક્રમિત થી રહ્યાં છે. તેને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રથમવાર બાળકો માટે કોવિડની અલગ ગાઇડલાઇન જાહેર કરી છે.
કોરોના સંક્રમિત બાળકો માટે ગાઇડલાઇન જાહેર
બાળકો જેમાં સંક્રમણ તો છે પરંતુ તેનામાં બીમારીના કોઈ ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં નથી, તેવા બાળકો માટે કોઈ પ્રકારની સારવારની સલાહ આપવામાં આવી નથી. પરંતુ તેમાં સંભવિત લક્ષણો વિશે ધ્યાન રાખવાનું જરૂર કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બે ડોક્યૂમેનટ્ જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક છે બાળકોને હોમ આઇસોલેશનમાં રાખવા માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન અને પીડિએટ્રિક એજ ગ્રુપ એટલે કે બાળકોની સારવાર માટે મેનેજમેન્ટ પ્રોટોકોલ.
ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણ ધરાવતા બાળકને હોમ આઇસોલેશનમાં રાખો
જો બાળકમાં ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણ છે (Mild Symptoms) જેમ કે- ગળામાં ખારાશ કે ગળામાં દુખાવો અને કફ છે પરંતુ શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા નથી તો
– બાળકને હોમ આઇસોલેશનમાં રાખો
– શરીરમાં પાણીની કમી ન થાય તે માટે વધુ પાણી પીવડાવો. લિક્વિડ વસ્તુ આપો.
– જો તાવ આવે છે તો 10-15 mg પેરાસિટામોલ (Paracetamol) આપો.
– જો કોઈ ગંભીર લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરો.
તાવ માટે પેરાસિટામોલ અને જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો એમોક્સિસિલિન
– આ કેટેગરીમાં એવા બાળકોને સામેલ કરવામાં આવ્યા છે, જેનું ઓક્સિજન લેવલ ઓછુ છે (Low oxygen level) પરંતુ બાળકમાં નિમોનિયાના લક્ષણ નથી.
– મોડરેટ એટલે કે મધ્યમ લક્ષણવાળા બાળકો માટે કોવિડ હેલ્થ સેન્ટરમાં (Admit in hospital) દાખલ કરવામાં આવી શકે છે.
– તાવ માટે પેરાસિટામોલ અને જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો એમોક્સિસિલિન આપી શકાય છે.
-જો બાળકના શરીરમાં ઓક્સિજન સૈચુરેશન 94% તો બાળકને ઓક્સિજન આપવું જોઈએ.
ગંભીર લક્ષણ તેવા બાળકોને તત્કાલ આઈસીયૂમાં દાખલ કરવાની સલાહ
– આ સ્ટેર પર બાળકોમાં ગંભીર નિમોનિયા Pneumonia), રેસ્પિરેટડી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ARDS), મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ (MODS) અને સેપ્ટિક શોક જેવા ગંભીર લક્ષણ દેખાઈ શકે છે.
– તેવા બાળકોને તત્કાલ આઈસીયૂમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે.
– ગાઇડલાઇનમાં આ બાળકો માટે ક્મ્પલીટ બ્લડ કાઉન્ટ, લિવર, રીન ફંક્શન ટેસ્ટ અને ચેસ્ટ એક્સરે કરાવવાની સલાહ આપવામાં આવી છે.
(નોંધઃ કોઈપણ ઉપાય કરતા પહેલા નિષ્ણાંત કે કોઈ ડોક્ટર સાથે ચર્ચા કરો. મંતવ્ય ન્યૂઝ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)