Not Set/ TCSને પાછળ છોડી ૮ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે રિલાયન્સ બની દેશની પ્રથમ કંપની

નવી દિલ્હી, દેશના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ઈતિહાસ રચી દીધો છે. રિલાયન્સે ગુરુવારે ૮ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપનો આંકડો હાંસલ કરવાની સાથે દેશની પ્રથમ કંપની બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી RILના શેરોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે રિલાયન્સનું […]

Trending Business
190888 mukesh ambani TCSને પાછળ છોડી ૮ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે રિલાયન્સ બની દેશની પ્રથમ કંપની

નવી દિલ્હી,

દેશના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ઈતિહાસ રચી દીધો છે. રિલાયન્સે ગુરુવારે ૮ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપનો આંકડો હાંસલ કરવાની સાથે દેશની પ્રથમ કંપની બની ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી RILના શેરોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે રિલાયન્સનું માર્કેટકેપ ૮,૦૩,૧૩૮.૬૮નો આંકડો હાંસલ કર્યો છે.

આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તાતા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)ને પાછળ છોડ્યું છે. વર્તમાન સમયમાં TCSની માર્કેટકેપ ૭.૭૯ લાખ કરોડ રૂપિયા છે. જો કે TCSના એક શેરની કિંમત RIL કરતા વધુ છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસના એક શેરની કિંમત ૨૦૩૭.૦૦ રૂપિયા છે.

ગુરુવારે RILના શેરોમાં ઘણી તેજી જોવા મળી હતી. હાલમાં કંપનીના શેર ૧.૬૬ %ના વધારા સાથે વેપાર કરી રહી છે. ચાલુ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં અત્યારસુધીમાં ૩૭ %નો વધારો જોવા મળી રહ્યો છે. હાલ કંપનીના એક શેરની કિંમત ૧૨૬૬.૭૫ રૂપિયા સુધી પહોચી છે અને કંપનીના સ્ટોક હાલમાં સૌથી ઉચ્ચતમ સ્તરે છે.

હાલમાં જ સામે આવેલી ટ્રાઈના રિપોર્ટમાં રિલાયન્સ જિયોના સબસ્ક્રાઈબર વધવાની વાત કહી છે. રિલાયન્સ જિયોનો આ જ ફાયદો કંપનીના શેરોમાં આવેલા રેકોર્ડ વધારા માટે જોવા મળી રહ્યો છે.