Rajkot News/ રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

રાજકોટમાં મુખવાસના વેપારીઓના ત્યા આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા. જેમાં અંદાજિત એક ટન જેટલો મુખવાસ ઝડપાયો છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 06T200034.075 રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

Rajkot News: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નાના વેપારીથી લઈ મોટા વેપારીઓ દ્વારા મીઠાઈ સહિત તમામ વસ્તુઓમાં કોઈ ભેળસેળ ન કરે તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. ત્યારે આજે રાજકોટમાં મુખવાસના વેપારીઓના ત્યા આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા. જેમાં અંદાજિત એક ટન જેટલો મુખવાસ ઝડપાયો છે.આ મુખવાસમાં વેપારીઓ દ્વારા કલરનું મિશ્રણ કરાવામાં આવતું હતું. દિવાળીના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં લોકો મુખવાસની ખરીદી કરતા હોય છે,જેથી તેઓના સ્વાસ્થ સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે.

રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપ્યો છે. નવા નાકા વિસ્તારમાં અમૃત મુખવાસ નામની પેઢીમાં મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એટલી હદે ભેળસેળ કરવામાં આવી હતી કે 1.40 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

દિવાળીના સમયે મુખવાસ બજારના ભારે ભીડ જોવા મળી રહે છે. મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે.ત્યારે સામાન્ય રીતે 8થી10 મુખવાસ બજારમા જોવા મળે છે. પરંતુ સૌરાષ્ટ્રના બજારોમા એક સાથે 51 પ્રકારના મુખવાસ જોવા મળે છે ત્યારે અહીંના મુખવાસની વિવિધ શહેરોમાં પણ ભારે ડિમાન્ડ જોવા મળે છે. એમા પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમા ખુબ વધારો થયો છે. ત્યારે તેમાં ડુપ્લીકેટ મુખવાસથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ


આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો