ભાવ વધારો/ પેટ્રોલ-ડિઝલ બાદ ફરી એકવાર CNGના ભાવમાં વધારો,જાણો કેટલા ભાવ વધ્યા..

દેશમાં મોંઘવારીએ સતત માઝા મૂકી છે. આજે દિલ્હીના લોકો માટે CNGની કિંમત ફરી વધી છે અને તે 2.5 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

Top Stories India
4 6 પેટ્રોલ-ડિઝલ બાદ ફરી એકવાર CNGના ભાવમાં વધારો,જાણો કેટલા ભાવ વધ્યા..

દેશમાં મોંઘવારીએ સતત માઝા મૂકી છે. આજે દિલ્હીના લોકો માટે CNGની કિંમત ફરી વધી છે અને તે 2.5 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. દિલ્હીમાં CNGની કિંમતમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે અને આજે દિલ્હીમાં CNGની કિંમત 64.11 રૂપિયા પ્રતિ કિલો છે.

ચાર દિવસમાં બીજી વખત CNGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા શુક્રવારે દિલ્હીમાં CNGની કિંમતમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે કુદરતી ગેસની કિંમતોમાં રેકોર્ડ વધારા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)ની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી માહિતી અનુસાર, દિલ્હીમાં CNGની કિંમત 64.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા મહિનાથી સાતમી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક મહિનામાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 6.5નો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે.આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, ત્યારબાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 14 દિવસમાં આ 12મી વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 103 રૂપિયાને પાર કરી ગયો છે.