ભાવનો ભડકો/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીમાં ભાવ વધારો : રિક્ષાચાલકોમાં રોષ

સીએનજી નો ભાવ રિક્ષાચાલકો ચિંતામાં પણ આવી ગયા છે અને ભાવવધારા સામે રોષે ભરાયા. રિક્ષાચાલકો સીએમને રિક્ષાના ભાડામાં વધારો કરવા માગ કરશે.

Top Stories
સીએનજી

મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક ફટકો પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તો આગ લાગેલી જ છે હવે અદાણીએ સીએનજી ગેસનો ભાવ વધાર્યો છે અને તેનો માર આમઆદમી એ જ સહન કરવાનો વારો આવશે. સીએનજી નો ભાવ રિક્ષાચાલકો ચિંતામાં પણ આવી ગયા છે અને ભાવવધારા સામે રોષે ભરાયા.

અદાણી સીએનજી ગેસમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસના ભાવમાં વધારો  થતા પ્રતિ કિલોગ્રામ ગેસની કિંમત 80 રૂપિયાને પાર પહોંચી છે. છેલ્લા  9 દિવસોમાં સીએનજી ગેસના ભાવમાં 13 રૂપિયાનો વધારો થયો છે.  નોંધનીય છે કે 1 એપ્રિલના  રોજ સીએનજી ગેસમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટ્સ અનુસાર આજે વધુ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે  પ્રતિ કિલો સીએનજી ગેસની કિંમત 81.59 રૂપિયા પહોંચી ગઈ છે.

ગેસના ભાવમાં વધારો થવાથી રિક્ષા ચાલકો પણ મિનિમમ ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.  રિક્ષાચાલક એસોસિએશન દ્વારા મિનિમમ રિક્ષાભાડું 18 રૂપિયાથી વધારીને 30 કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેમાં એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ સહિત અન્ય મંત્રીઓને રજૂઆત કરી છે. ગેસનો ભાવ વધતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધશે અને તેનો ભાર તો સામાન્ય માણસના ખિસ્સાને જ ખમવાનો વારો આવશે.

9 દિવસમાં રૂ.13નો વધારો

તારીખ                   ભાવવધારો (રૂ./કિ.ગ્રા.)

8 માર્ચ                    0.50 રૂપિયા

12 માર્ચ                  0.50 રૂપિયા

24 માર્ચ                  1 રૂપિયો

26 માર્ચ                  1 રૂપિયો

1 એપ્રિલ                0.80 રૂપિયા

2 એપ્રિલ                0.80 રૂપિયા

4 એપ્રિલ                 2.50 રૂપિયા

6 એપ્રિલ                 2.50 રૂપિયા

7 એપ્રિલ                 2.50 રૂપિયા

આ પણ વાંચો : બધુ નષ્ટ થયા પછી પણ યુક્રેનના વિદેશી હૂંડિયામણના ભંડારમાં 2%નો વધારો

આ પણ વાંચો : ચીન બોર્ડર પર સીકરનો જવાન શહીદ, ઓક્સિજનના અભાવે હૃદયના ધબકારા બંધ

આ પણ વાંચો : TRAIનો મોટો નિર્ણય, USSD મેસેજ પર લાગતા ચાર્જને નાબૂદ કર્યા,જાણો વિગત

આ પણ વાંચો : ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….