Not Set/ નિવૃત્તિ બાદ આશિષ નહેરા આજથી કરશે નવી ઇનિગ્સની શરૂઆત, જુઓ

તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પહેલી ટી-૨૦ મેચ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી વિદાય થયેલો આશિષ નહેરા આજથી પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે. નહેરા ગુરુવારથી ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી બોક્ષમાં પદાર્પણ કરશે. આ અંગેની જાણકારી સ્ટાર સ્પોર્ટ્સે ટ્વીટ દ્વારા આપી હતી. આ ટ્વીટ બાદ પૂર્વ સાથી ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ આશિષ […]

Sports
images 11 નિવૃત્તિ બાદ આશિષ નહેરા આજથી કરશે નવી ઇનિગ્સની શરૂઆત, જુઓ

તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પહેલી ટી-૨૦ મેચ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી વિદાય થયેલો આશિષ નહેરા આજથી પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે. નહેરા ગુરુવારથી ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી બોક્ષમાં પદાર્પણ કરશે.

આ અંગેની જાણકારી સ્ટાર સ્પોર્ટ્સે ટ્વીટ દ્વારા આપી હતી. આ ટ્વીટ બાદ પૂર્વ સાથી ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ આશિષ નહેરાને શુબેચ્છા પાઠવી હતી. સહેવાગે ટ્વીટ દ્વારા જણાવ્યું, “નહેરાજીનું કોમેન્ટ્રી બોક્ષમાં જોરશોરથી સ્વાગત થવું જોઈએ”.

પૂર્વ ક્રિકેટર લક્ષ્મણે પણ ટ્વીટ દ્વારા જણાવ્યું કે, “ક્રિકેટના મેદાન પર આપનું મનોરંજન થયા બાદ હવે નહેરાજી માઈક પર પણ આપણું મનોરંજન કરવા માટે તૈયાર છે”.