Viral Video/ સહદેવનાં ‘બચપન કા પ્યાર’ બાદ હવે આ બાળકે ગાયુ મનમોહક ગીત, સાંભળી તમે પણ થશો તેના Fan

સહદેવનાં ગીતોનો જાદુ લોકો પર એટલો છવાઈ ગયો કે બધા તેની સામે જોતા જ રહી ગયા. CM ભૂપેશ બઘેલે આ દિવસોમાં ફરી એક એવો વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Videos
બાળકે ગાયુ મનમોહક ગીત

થોડા દિવસો પહેલા સહદેવ નામનાં એક બાળકે ગીત ગાયુ હતુ જે ખૂબ વાયરલ થયુ હતુ, ‘બચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે.’ હવે તેના જેવો જ એક બાળકનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમા તે બાળક જે રીતે My Self વિશે કહ્યુ છે તે સાંભળી થોડી વાર માટે તમે પણ તેને જોતા જ રહી જશો. આ વીડિયો છત્તીસગઢનાં CM ભૂપેશ બઘેલે ટ્વિટર પર શેર કર્યો છે.

આ પણ વાંચો – OMG! / મોબાઈલ રિપેર કરવાના બહાને જોતો હતો યુવતીનાં પ્રાઈવેટ Photos અને પછી થયુ કઇંક આવું

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં, છત્તીસગઢનાં CM ભૂપેશ બઘેલે તેમના ટ્વિટર હેન્ડલ પર ‘બચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે’ ગીત ગાતા સહદેવ દીરદોનો એક વીડિયો શેર કર્યો હતો, જેણે ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી હતી. રાતોરાત સહદેવ દીરદો ઈન્ટરનેટની દુનિયામાં એક સ્ટાર બની ગયો હતો. સહદેવનાં ગીતોનો જાદુ લોકો પર એટલો છવાઈ ગયો કે બધા તેની સામે જોતા જ રહી ગયા. CM ભૂપેશ બઘેલે આ દિવસોમાં ફરી એક એવો વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મુખ્યમંત્રી બઘેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોત જોતામાં જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભૂપેશ બઘેલે આ વીડિયો સાથે લખ્યું છે કે ‘માઇ સેલ્ફ ધર્મેન્દ્ર દાસ મહંત’… સાંભળો, તે છત્તીસગઢનું ગીત ગાય છે. મને લાગ્યું કે હુ સાંભળતો જ રહુ. ઘણા આશીર્વાદ અને પ્રેમ…’

ગીત ગાતા પહેલા બાળકે પોતાનો પરિચય આપ્યો. પહેલા તે બધાનું અભિવાદન કરે છે અને નમસ્તે કહે છે, પછી તે પોતાનું નામ ધર્મેન્દ્ર દાસ મહંત કહે છે. જે પાંચમાં ધોરણમાં ભણે છે. આ માસૂમ બાળક જોઈ શકતો નથી, તેની બાળપણથી જ આંખોની રોશની નથી. તે જાંગિર જિલ્લાની સ્પેશિયલ બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દરરોજ આવા ટેલેન્ટેડ બાળકોનાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ પહેલા તેમણે છત્તીસગઢનાં સુકમા જિલ્લાનાં રહેવાસી સહદેવનો વીડિયો ટ્વીટ કર્યો હતો. સહદેવ એ જ બાળક છે, જેનું ગાયેલું ‘બસપન કા પ્યાર‘ માત્ર દેશમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં વાયરલ થયું છે. આજે લાખો લોકો એ ગીત સાંભળે છે.