ભારતના નવા વન ડે કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરવામાં આવી છે ટી-20 બાદ હવે રોહિત શર્મા વન-ડેનું પણ નેતૃત્વ પણ કરશે જ્યારે ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલી ચાલુ રહેશે. T20 ની કેપ્ટન્સી છોડી દીધી અને તેની જગ્યાએ રોહિતને આ જવાબદારી સોંપવામાં આવી. આ પછી કોહલીની જગ્યાએ રોહિતને ભારતનો નવો વનડે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરશે.
BCCIના અધિકારીઓનું માનવું છે કે ODI અને T20 માટે અલગ કેપ્ટન ન હોવો જોઈએ. આ કારણે રોહિતને ODIની કેપ્ટન્સી સોંપવામાં આવી છે. 2023ના વર્લ્ડ કપમાં પણ વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં પસંદગીકારો અને BCCIના અધિકારીઓ ઈચ્છતા હતા કે રોહિત પાસે ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમ બનાવવા માટે પૂરતો સમય મળવો જોઈએ.
જાન્યુઆરી 2017માં જ્યારે ધોનીએ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે વિરાટ ભારતનો ODI કેપ્ટન બન્યો હતો. બાદમાં તેણે કહ્યું કે તેણે કોહલીને 2019 વર્લ્ડ કપની તૈયારી માટે સમય આપવા માટે આ પગલું ભર્યું હતું. જોકે વિરાટ ભારત માટે 2019નો વર્લ્ડ કપ જીતી શક્યો નહોતો. આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.