Not Set/ પ્રશાંત ભૂષણ કેસ બાદ એટર્ની જનરલને 18 અવમાનની અરજી મળી, જાણો કોને મળી રાહત

ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે અદાલતનાં અવમાનનાં કેસમાં વકીલ પ્રશાંત ભૂષણને સજા આપી ત્યારથી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલની પાસે અવમાનનાની અરજી દાખલ કરવા માટે 18 અરજીઓ આવી ચુકી છે. આગ્રહ રાખનારમાં કાયદાનાં વિદ્યાર્થીઓ, વકીલો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. ભૂષણ વિરુદ્ધ કોર્ટે જૂનમાં ચીફ જસ્ટિસ વિરુદ્ધ કરેલા ટ્વીટ સામે અવમાનનો કેસ કર્યો હતો અને તેમને એક રૂપિયા […]

Top Stories India
supreme court પ્રશાંત ભૂષણ કેસ બાદ એટર્ની જનરલને 18 અવમાનની અરજી મળી, જાણો કોને મળી રાહત

ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે અદાલતનાં અવમાનનાં કેસમાં વકીલ પ્રશાંત ભૂષણને સજા આપી ત્યારથી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલની પાસે અવમાનનાની અરજી દાખલ કરવા માટે 18 અરજીઓ આવી ચુકી છે. આગ્રહ રાખનારમાં કાયદાનાં વિદ્યાર્થીઓ, વકીલો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

ભૂષણ વિરુદ્ધ કોર્ટે જૂનમાં ચીફ જસ્ટિસ વિરુદ્ધ કરેલા ટ્વીટ સામે અવમાનનો કેસ કર્યો હતો અને તેમને એક રૂપિયા દંડની સજા ફટકારી હતી. આ પછી ચીફ જસ્ટિસ પર અવારનવાર ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા અને એટર્ની જનરલને એક પછી એક 18 પત્રો મળ્યા હતા, જેમાં એક પછી એક અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી હતી. કામરા વિરુદ્ધ એટર્ની જનરલને 6 લોકોએ અવમાનનાનો કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી.

કામરા સામે અવમાનનાની મંજૂરી:

corona 28 પ્રશાંત ભૂષણ કેસ બાદ એટર્ની જનરલને 18 અવમાનની અરજી મળી, જાણો કોને મળી રાહત

હાસ્ય કલાકાર કૃણાલ કામરાનાં કિસ્સામાં, એટર્ની જનરલ વેણુગોપાલે અવમાનનાની મંજૂરી આપી હતી. આ રીતે એક કાર્ટૂનિસ્ટે સર્વોચ્ચ અદાલત દ્વારા અર્ણબ ગોસ્વામીને અપાયેલા જામીનનાં કેસમાં કાર્ટૂન બનાવ્યું, જેના પર એટર્ની જનરલે અવમાનનાની મંજૂરી આપી દીધી.

અભિનેત્રી સ્વરા ભાસ્કરને રાહત:

corona 29 પ્રશાંત ભૂષણ કેસ બાદ એટર્ની જનરલને 18 અવમાનની અરજી મળી, જાણો કોને મળી રાહત

સ્વરા ભાસ્કરે પણ ચીફ જસ્ટિસ વિરુદ્ધ ટ્વીટ કર્યું છે. એટર્ની જનરલએ સ્વરા વિરુદ્ધ અવમાનનાં કાર્યવાહીનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે, તેમના ટ્વીટમાં અવમાનનાનાં તત્વો નથી. ત્યારબાદ એટર્ની જનરલને ટીવી એન્કર સામે અવમાનનાની મંજૂરી માટેનો પત્ર મળ્યો. પરંતુ એટર્નીએ મંજૂરી નકારી. એન્કરે આ ટિ્વીટ પ્રશાંત ભૂષણને અવમાનનાનાં કેસમાં દંડ કરવા અંગે કર્યુ હતુ.

મુખ્યમંત્રી રેડ્ડી સહિત આ લોકોને રાહત:

corona 30 પ્રશાંત ભૂષણ કેસ બાદ એટર્ની જનરલને 18 અવમાનની અરજી મળી, જાણો કોને મળી રાહત

આ પછી, આંધ્રનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સામે અવમાનની અરજી માટે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ એટર્ની જનરલે તે માટે મંજૂરી આપી ન હોતી. તેમણે કહ્યું હતું કે, રેડ્ડીએ જે લખ્યું હતું તે ખાનગી રીતે લખાયું હતું અને કોર્ટને અવમાન કરવાનો તેમનો ઇરાદો નથી. આ પછી, એટર્ની જનરલે દક્ષિણપંથી વિચારક વિરુદ્ધ પરવાનગીનો પત્ર મળ્યો. તેના પર એટર્નીએ મંજૂરી નકારી દીધી. મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ કોર્ટ વિરુદ્ધ ટિપ્પણી કરનારા લોકોમાં પાછળ નહોતા. એટર્ની જનરલને એક પત્ર મળ્યો હતો જેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એટર્ની જનરલે કહ્યું કે આ ટિપ્પણી બિનજરૂરી છે, પરંતુ ગુનાહિત અવમાનનાનો કેસ નથી બનાવ્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો