ગુજરાત/ ગોધરા શહેરમાં આવેલી MGVCL નાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી આવી સામે

ગોધરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીનાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી સામે આવી છે. ગોધરા શહેરમાં નવીન 11 કે.વી.લાઈન લાખો રૂપિયાનાં ખર્ચે નાખવામાં આવેલી હતી.

Gujarat Others
1 62 ગોધરા શહેરમાં આવેલી MGVCL નાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી આવી સામે

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

ગોધરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીનાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી સામે આવી છે. ગોધરા શહેરમાં નવીન 11 કે.વી.લાઈન લાખો રૂપિયાનાં ખર્ચે નાખવામાં આવેલી હતી. અને આ લાઈન હાલમાં પણ ચાલુ નહિ કરીને કેબલો હાલમાં પણ નીચે પડી રહેલા હોવાથી કેટલાક વિસ્તારોમાંથી કેબલો ચોરાઇ પણ ગયા હતા. તેમજ આ લાઈન નાખ્યાંને બે વર્ષ ઉપરાંત સમય થઈ ગયો હોવા છતાં તે આજે પણ શોભાના ગાંઠ્યા સમાન દેખાઈ રહી છે.

1 64 ગોધરા શહેરમાં આવેલી MGVCL નાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી આવી સામે

સામુહિક મોતની છલાંગ: ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

ગોધરા શહેરનાં પશ્ચિમ વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી લોડ બાઈફરગેશન કરવા માટે નવીન 11 કે.વી. લાઈન નાખવામાં આવી હતી. પરંતુ આ લાઈન નાખ્યાને બે વર્ષ ઉપરાંત સમય થઈ ગયો હોય અને આ લાઈનમાં નાખવામાં આવેલા કેબલો કેટલાક વિસ્તારોમાંથી ચોરાઈ પણ ગયા છે અને પશ્ચિમ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેરને આ અંગે કોઈ પણ ધ્યાન આપવું નથી અને ખાલી કોન્ટ્રાક્ટરનાં બીલો પાસ કરીને પોતાના ખીસ્સાઓ જ ભરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એમજીવીસીએલ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને નવીન 11 કે.વી. લાઈન અને ફીડરને કાર્યરત કરવામાં કોઈ જ રસ દેખાતો નથી. ત્યારે એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ વિસ્તારનાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા એ કેબલ નાખવા માટે કોન્ટ્રાકટર સાથે મિલી ભગત કરીને આ લાઈનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

1 63 ગોધરા શહેરમાં આવેલી MGVCL નાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી આવી સામે

રાજકારણ: નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ ફી 100 ટકા માફ કરવા કોંગ્રેસ સેવાદળની રજુઆત

આ નવીન 11 કે.વી. લાઈનને વહેલી તકે કાર્યરત કરવામાં આવશે કે કેમ કે પછી બાકી રહેલા કેબલો પણ ચોરોનાં હવાલે કરી પોતાના ખિસ્સાઓ ભરવામાં આવશે. તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી. તેમજ આ અંગે અમારા પ્રતિનિધીએ એમજીવીસીએલનાં પશ્ચિમ પેટા વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરતા તેમણે કહ્યુ કે, આ વિશે અમારે કોઈ ઇન્ટરવ્યૂ આપવો નથી અને તમારે જે રીતે સમાચાર બનાવવા હોય તે રીતે બનાવી દો. કેમ કે મારી જોડે તો ઊર્જા મંત્રી અને મધ્ય ગુજરાત વીજ કંપનીનાં એમ.ડી.સાથે સારા સંબંધ છે અને તમે લોકો મારુ કઈ બગડી નહિ શકો અને અહીં હું રૂપિયા આપીને આવ્યો છું એટલે રૂપિયા તો કમાવવા જ પડશે ને….

sago str 27 ગોધરા શહેરમાં આવેલી MGVCL નાં પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની ઘોર બેદરકારી આવી સામે