Not Set/ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પણ લીધી વેક્સિન, આમ જનતાને અપીલ

કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન લઇએ તેવી અપીલ સાથે એક પછી એક મંત્રીએ તબક્કાવાર વેક્સિન લઇ રહ્યા છે. જામનગર તા.૧૧ માર્ચ, જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના

Gujarat
rc faldu vacine કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પણ લીધી વેક્સિન, આમ જનતાને અપીલ

કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન લઇએ તેવી અપીલ સાથે એક પછી એક મંત્રીએ તબક્કાવાર વેક્સિન લઇ રહ્યા છે. જામનગર તા.૧૧ માર્ચ, જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ થી ૫૯ વર્ષના કો-મોર્બીડ નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે. આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

નિધન / પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના વડા દાદી હૃદય મોહિનીનું 93 વર્ષની વયે નિધન, ભક્તો શોકમય

આ તકે મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, રસી વિશ્વસનીય અને એકદમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, આ રસીની મને કોઈ આડઅસર જોવા મળી નથી. આપણો દેશ રસી ઉત્પાદનમાં અને મેળવવામાં સફળ રહ્યો છે. આ રસી કોરોના નિયંત્રણ માટે અસરકારક છે એટલા પ્રામાણિત આધારો સાથે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ, કોઈ ભય વગર આ રસી મુકાવી દેશને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપીએ.

મમતાનો સંદેશ / CM મમતા બેનર્જીએ હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો, કહ્યું – વ્હીલ ચેર પર બેસીને કરી પ્રચાર

આ તકે અન્ન અને નાગરિક રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમખ વિમલભાઇ કગથરા, જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજી વગેરે ડોક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર્સ દ્વારા પણ તમામને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

પ્રિન્સને આમંત્રણ / PM મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની થઇ ફોન પર વાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…