Not Set/ અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ : મિડલમેન મિશેલે તિહાર જેલમાં અલગ કોઠી આપવા માટે કોર્ટને કરી અરજી

લકઝરી હેલિકોપ્ટરનાં અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનાં મિડલમેન મિશેલે દિલ્લી કોર્ટને તિહાર જેલમાં એમને અલગ કોઠી ફાળવવા માટે અરજી કરી છે. 3,600 કરોડ રૂપિયાનાં આ કૌભાડમાં મિશેલ વચેટીયો હતો. જે હાલ પોલીસની કસ્ટડીમાં છે. મિશેલે કોર્ટને તિહાર જેલમાં સતામણીથી બચવા માટે ગઈકાલે અલગ કોઠી માટેની માંગ કરી હતી. મિશેલ 28 ડીસેમ્બર સુધી કાનૂની કસ્ટડીમાં જ રહેશે. અગસ્ટા […]

Top Stories India
christian michel 759 અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ : મિડલમેન મિશેલે તિહાર જેલમાં અલગ કોઠી આપવા માટે કોર્ટને કરી અરજી

લકઝરી હેલિકોપ્ટરનાં અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનાં મિડલમેન મિશેલે દિલ્લી કોર્ટને તિહાર જેલમાં એમને અલગ કોઠી ફાળવવા માટે અરજી કરી છે. 3,600 કરોડ રૂપિયાનાં આ કૌભાડમાં મિશેલ વચેટીયો હતો. જે હાલ પોલીસની કસ્ટડીમાં છે.

મિશેલે કોર્ટને તિહાર જેલમાં સતામણીથી બચવા માટે ગઈકાલે અલગ કોઠી માટેની માંગ કરી હતી. મિશેલ 28 ડીસેમ્બર સુધી કાનૂની કસ્ટડીમાં જ રહેશે.

અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડની તપાસ ED અને CBI કરી રહી છે જેમાં તેઓ 3 મિડલમેન આરોપી છે અને આ 3 મિડલમેન પૈકીનો એક મિશેલ છે.

ભારતે અગસ્ટા વેસ્ટલેન્ડ કંપની પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો હતો. આ લકઝરી હેલીકોપ્ટર જે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને બીજા વીઆઈપી માટે વપરાતાં હતા. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર જયારે શાસનમાં હતી ત્યારે આ કોન્ટ્રકટ થયો હતો.

આ કોન્ટ્રાક્ટ 3,600 કરોડ રૂપિયાનો હતો. Enforcement Directorate (ED) દ્વારા મિશેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એને 225 કરોડ રૂપિયાની લાંચ(કમીશન) અગસ્ટા વેસ્ટલેન્ડ તરફથી મળી હતી.