Not Set/ અમદાવાદ: જીવરાજ પાર્કમાં ફરી પડ્યો ભુવો, અત્યાર સુધીમાં 42 ભૂવાઓ પડ્યા

અમદાવાદ. જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગણીને ત્રણ-ચાર વાર જ વરસાદ થયો છે તો પણ અમદાવાદનાં વાહન વ્યવહારનાં મેઈન રોડમાં 40 થી પણ વધુ મોટા-મોટા ભુવા પડી ચુક્યા છે, એવામાં અમદાવાદમાં સૌથી પહેલા પડેલો ભુવો એટલે કે જીવરાજ પાર્કના ભુવાની બાજુમાં જ વધુ એક ભુવો પડ્યો છે. જી હા! જીવરાજ પાર્કનાં ચાર રસ્તા પાસે […]

Top Stories Ahmedabad Gujarat
dfdfsdnmbsdmnfbsdn અમદાવાદ: જીવરાજ પાર્કમાં ફરી પડ્યો ભુવો, અત્યાર સુધીમાં 42 ભૂવાઓ પડ્યા

અમદાવાદ.

જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગણીને ત્રણ-ચાર વાર જ વરસાદ થયો છે તો પણ અમદાવાદનાં વાહન વ્યવહારનાં મેઈન રોડમાં 40 થી પણ વધુ મોટા-મોટા ભુવા પડી ચુક્યા છે, એવામાં અમદાવાદમાં સૌથી પહેલા પડેલો ભુવો એટલે કે જીવરાજ પાર્કના ભુવાની બાજુમાં જ વધુ એક ભુવો પડ્યો છે. જી હા! જીવરાજ પાર્કનાં ચાર રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણનાં મંદિરની પાસે જ આ ભુવો પડ્યો છે.

વરસાદે વિરામ લેતાં જ શહેરમાં ચોમેર ભૂવાની વણઝાર શરૂ થઇ ગઇ છે. ત્યાર બાદ હવે અમદાવાદના જીવરાજપાર્કમાં ફરી એકવાર મસમોટો ભૂવો પડ્યો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ જીવરાજ ચાર રસ્તા ઉપર વિશાળકાય ભૂવો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભૂવા પડવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો એવામાં ફરી એકવાર ભુવો પડ્યો છે.

જો કે વારંવાર ભૂવો પડતા આ મામલે તંત્રની બેદરકારી સામે આવી છે. પ્રીમોનસુનના કામની બૂમો સામે આવા ભુવાઓ ચિંતાજનક છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા ભૂવો પૂરવાની કામગીરી થાય તેવી સ્થાનિક લોકોને માંગ કરી છે.