ગુજરાત/ જો તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો, તો પહેલા વાંચો લો આ સમાચાર

અમદાવાદ એરપોર્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ એડવાઈઝરી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 95 જો તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો, તો પહેલા વાંચો લો આ સમાચાર

Ahmedabad News: ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. જેને લઈ પાંચ દિવસ સુધી દેશ-વિદેશના વીવીઆઈપી લોકો આવવાના છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટ જોવા મળશે. જેમાં અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને મંત્રીઓ પણ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટે સામાન્ય મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ એડવાઈઝરી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને મુસાફરીની ઔપચારિકતાઓ અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે વધારાનો સમય આપવા વિનંતી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 9 થી 12 જાન્યુઆરી વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોએ નિર્ધારિત સમય પહેલા એરપોર્ટ પહોંચવું પડશે. કારણ કે વીવીઆઈપી મૂવમેન્ટને કારણે ઔપચારિકતામાં વધુ સમય લાગી શકે છે. અમદાવાદ એરપોર્ટે આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નો વડાપ્રધાનનાં હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે.  જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સીટી, રાજ ભવન રોડ અને મોર્ચા સ્કવોડનો સમાવેશ થાય છે. બંદોબસ્તમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP. 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોર્ડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતનાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તહેનાત રહેશે. તેમજ વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કીગ ન કરે તે માટે 34 ટ્રાફિક ક્રેઈન પણ શહેરના માર્ગો પર તહેનાત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: