Not Set/ અમદાવાદ: RTE, સંચાલકોની દાદાગીરી સામે યુવા નેતાઓએ ચઢાવી બાંયો

અમદાવાદ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકસાથે જોવા મળ્યા છે. ફી નિયમન, RTE, શિક્ષણ વિભાગ અને સ્કૂલ સંચાલકોની દાદાગીરી સહિતના મુદ્દે આજે પાસ આગેવાન હાર્દિક પટેલ, ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ એક મંચ પર આવ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ આજે અમદાવાદની થલતેજ ઉદગમ સ્કૂલ પહોંચીનો […]

Ahmedabad Top Stories
ahmedabadschool અમદાવાદ: RTE, સંચાલકોની દાદાગીરી સામે યુવા નેતાઓએ ચઢાવી બાંયો

અમદાવાદ

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકસાથે જોવા મળ્યા છે. ફી નિયમન, RTE, શિક્ષણ વિભાગ અને સ્કૂલ સંચાલકોની દાદાગીરી સહિતના મુદ્દે આજે પાસ આગેવાન હાર્દિક પટેલ, ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ એક મંચ પર આવ્યા છે.

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ આજે અમદાવાદની થલતેજ ઉદગમ સ્કૂલ પહોંચીનો વિરોધ કર્યો હતો. ત્રણેયની હાજરીને પગલે પોલીસે ઉદગમ સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગાંધીનગર ખાતે શહેરી સ્કૂલ પ્રવેશોત્સવની શરૂઆત કરતી વખતે સીએમ વિજય રૂપાણીએ પણ સ્વીકાર કર્યો હતો કે આરટીઈ હેઠળ પ્રવેશના 10 ટકા કેસમાં હાલ કોઈ સમસ્યા છે. જેને બહુ ઝડપથી દૂર કરી દેવામાં આવશે. આ સ્કિમ હેઠળ 90 ટકા બાળકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે.

શાળા સંચાલોની દાદાગીરી સામે યુવા નેતાઓનો વિરોધ કર્યો હતો. વાલીઓએ પણ સરકાર સામે RTE પ્રવેશ ફી વધારા મુદ્દે વિરોધ કર્યો હતો. ઉદગમ સ્કૂલે 32 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નથી. એક અંદાજ પ્રમાણે સ્કૂલનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું હોવા છતાં રાજ્યમાં 30 હજારથી વધારે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત છે.

https://api.mantavyanews.in/ahmadabads-udgam-school-took-35-students-education-in-danger-refuse-to-give-admission/

સ્કૂલ સંચાલકો વિવિધ બહાના હેઠળ બાળકોને પ્રવેશથી વંચિત રાખી રહ્યા છે. પ્રવેશ માટે રાહ જોઈ રહેલા બાળકોના વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમને જે-તે સ્કૂલમાં પ્રવેશના મેસેજ મળ્યા બાદ જ્યારે તેઓ સ્કૂલનો સંપર્ક કરે છે ત્યારે સ્કૂલ સંચાલકો જગ્યા ભરાઈ ગઈ હોવાના બહાના બનાવી રહ્યા છે.